GUJARATHALOLPANCHMAHAL
હાલોલ ગોધરા રોડ પર આવેલ સ્વામીનારાયણ નિષ્ઠાવિધા મંદિર સ્કૂલ ખાતે11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
રિપોર્ટર.કાદિર દાઢી. હાલોલ
તા.૨૨.૬.૨૦૨૫
11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સમગ્ર વિશ્વ ભરમા શનિવારના રોજ કરવામા આવી હતી ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામીનારાયણ નિષ્ઠા વિધા મંદિર સ્કૂલ ખાતે 11 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને લઈને હાલોલ નગરજનો સહિત સ્વામીનારાયણ નિષ્ઠાવિધા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી જ્યારે આ કાર્યક્રમમાં યોગાચાર્ય દ્વારા તમામને વિવિધ યોગ કરાવી યોગથી થતા ફાયદાઓ વિશે પણ સંપૂર્ણ માહિતી આપી હતી.