GUJARATKUTCHMANDAVI

આરાધ્ય ઈષ્ટ દેવ પરંમ પૂજ્યશ્રી ધણીમાતંગદેવની ૧૨૭૩મી જન્મ જયંતી મહોત્સવ બિદડા ખાતે ધામ ધુમ થી શોભાયાત્રા સાથે ઉજવવામાં આવી.

મહેશ્વરી સમાજના આરાધ્ય ઇષ્ટદેવ પરંમ્ પૂજ્યશ્રી ધણીમાતંગ દેવની 1273મી જન્મ જયંતી નિમિત્તે બિદડા ગામના ૧૭- માઘ સ્નાન વ્રત ધારીઓએ વ્રત ધારણ કર્યું. 

વાત્સલ્યમ્  સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા -૦૬ ફેબ્રુઆરી : મહેશ પંથના આરાધ્ય ઇષ્ટદેવ પરંમ્ પૂજ્યશ્રી ધણીમાતંગદેવની ૧૨૭૩મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા બિદડા ગામના મુખ્ય માર્ગ પર એવાં મફતનગર થી શુભારંભ કરવામાં આવી હતી આ શોભાયાત્રા ગામમાં વિવિધ વિસ્તારોમાંથી પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.શોભાયાત્રા ધણીમાતંગદેવની જન્મજયંતી નિમિત્તે મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ, રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ, અને સામાજિક આગેવાનો આ જન્મ જ્યંતી ની ઉજવણીમાં જોડાયા હતા.આ શોભાયાત્રામાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ઓ, સામાજિક અગ્રણીઓ, સમાજની માતાઓ બહેનો તથા મહેશ્વરી સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ પ્રસંગે ડૉ.આંબેડકર નગર મહેશ્વરી સમાજના પ્રમુખ ધનજી વિઝોડા,રવીભાઈ લાખા,દખણો ફળીયો મહેશ્વરી સમાજના પ્રમુખ જેન્તીભાઇ ડોરૂ, માંડવી તાલુકા પંચાયત.માજીપ્રમુખ નિલેશ મહેશ્વરી જણાવ્યું હતું કે, આરાધ્ય ઇષ્ટદેવ ધણીમાતંગદેવની,૧૨૭૩મી ઉજવણી કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યું કે ધણીમાતંગ દેવની જન્મજયંતિની મહેશ્વરી સમાજ દ્વારા હર્ષ અને ઉલ્લાસભેર થી ઉજવણી કરવામાં આવે છે.આ માઘ સ્નાન વ્રત મહેશપંથી મહેશ્વરી સંપ્રદાયમાં વ્રત માઘ સ્નાન દર વર્ષે પોષ મહિનાના ત્રીજના રાત્રે સ્થાપન કરી પોષ વદ ચોથના સવારે પહેલો સ્નાન કરી ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા વ્રત ધારણ કરવામાં આવે છે. જેમાં દરરોજ સવારે ૩ વાગ્યે વહેલા ઉઠી ખુલ્લા પગે પગપાળા ખુલી જગ્યામાં ઠંડાપાણીમાં સ્નાન કરવા જાય છે અને આખો માસ બ્રહ્મચર્યનો પાલન કરવો, જમીનમાં પથારી કરીને સુવાનો, આખા માસ દરમ્યાન બાલ, દાઢી અને નખ ન કાપવા, કોઈપણ પ્રકારનો વ્યસન ન કરવો, બ્રહ્મચર્ય પાડવો વિગેરે ટેકો પાડવામાં આવે છે.બિદડા સમગ્ર મહેશ્વરી સમાજમાં આજે અનેરો ઉત્સવ મનાવવામાં આવ્યુ હતું.સાથે સામાજિક અગ્રણી રમેશ પાયણએ જણાવ્યું હતું કે, પૂજ્યશ્રી શિવ ભગવાનના દસમાં અવતાર ભગવાન શ્રી ધણીમાતંગ દેવની જન્મ જયંતી આજરોજ સમગ્ર ભારતમાં વસતા મહેશ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા દાદા ની જન્મ જયંતી મહોત્સવ ઉજવણી ઉત્સાહભેર થી ઉજવણી કરવામાં આવે છે. મહેશ્વરી સમાજ દ્વારા આરાધ્ય ઇષ્ટદેવ ધણીમાતંગદેવની ૧૨૭૩મી જન્મ જયંતી નિમિત્તે બિદડા મહેશ્વરી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે સમગ્ર કચ્છમાં આરાધ્ય ઇષ્ટદેવ શ્રી ધણીમાતંગ દેવની જન્મ જયંતી અને પવિત્ર માઘ સ્નાન પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.અને આ અનેરો ઉત્સાહ વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ઉજવવામાં આવે છે.આ શોભાયાત્રા માં બિદડા શિવ સેના માંડવી તાલુકાના પ્રમુખ અમિત સંધાર,તેમજ બિદડા ગામના અગ્રણીઓ.સાથે બિદડા મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ઓ અને મહેશ સંપ્રદાયના અનુયાયીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.દાદાની જન્મ જયંતી શોભાયાત્રા દરમિયાન કોડાય પોલીસ સ્ટેશન નાં પોલીસ કર્મચારીઓ સાથે જીઆરડી જવાનો દ્વારા ખડેપગે ઉભા રહીને સારું એવું સહયોગ આપવા આવ્યું હતું.બિદડા પોલીસ થાણા ના ASI.પ્રવિણભાઈ પરમાર નુ સમાજના અગ્રણીઓ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા ઉત્સાહ સાથે વાજતે ગાજતે શાંતિ પુર્વક ઉજવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!