DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ શહેરમાં ભક્તિભાવપૂર્વક નીકળેલી ૧૯મી જગન્નાથ રથયાત્રાનું ‘પત્રકાર એકતા ફાઉન્ડેશન’ પરિવાર દ્વારા ભાવભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

તા.૧૬.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરમાં ભક્તિભાવપૂર્વક નીકળેલી ૧૯મી જગન્નાથ રથયાત્રાનું ‘પત્રકાર એકતા ફાઉન્ડેશન’ પરિવાર દ્વારા ભાવભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

દાહોદમાં ભગવાન જગન્નાથજીની ૧૯મી ભવ્ય રથયાત્રાનો ધાર્મિક માહોલમાં પ્રારંભ:નગરભરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર અષાઢી બીજના પાવન પર્વે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા નાથ જય જગન્નાથના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું દાહોદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ૧૯મી ભવ્ય રથયાત્રાનો અત્યંત ભક્તિમય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ થયો વર્ષમાં એકવાર ભક્તોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે, જેને પગલે સમગ્ર દાહોદ નગર ભક્તિના રંગે રંગાઈ ગઈ છે.મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ અને પહિંદ વિધિરથયાત્રાના આ પવિત્ર પ્રારંભે મંગળા આરતીથી લઈને પ્રસ્થાન સુધી અનેક રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ વહેલી સવારે ભગવાનની મંગળા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ લીધા હતા.સાંસદ જશવંતસિંહ ભાભોરે પરંપરાગત રીતે ચાંદીની ઝાડુથી રથનો માર્ગ સાફ કરી ‘પહિંદ વિધિ’ સંપન્ન કરાવી રથયાત્રાને આગળ ધપાવી હતી.આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મહેન્દ્ર ભાભોર પણ ખાસ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.વહીવટી વડા તરીકે જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમે પણ ભગવાનના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી.આકર્ષણના કેન્દ્રો અને ભક્તોનો ઉત્સાહ રથયાત્રાના રૂટ પર ભગવાનના સ્વાગત માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રથયાત્રામાં જોડાયેલી વિવિધ ભજન મંડળીઓના કીર્તન, પરંપરાગત અખાડાના કરતબો અને વિવિધ વેશભૂષા ધારણ કરેલા કલાકારોએ ભક્તોમાં ભારે આકર્ષણ અને ઉત્સાહ જગાડ્યો હતો.સમગ્ર નગરભરમાં ‘જય જગન્નાથ’ અને ‘મંદિર મેં કોન હૈ, જગન્નાથ હૈ’ ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નગરજનો દ્વારા ઠેર-ઠેર રથનું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી રહી છે અને ભગવાન જગન્નાથજી પણ પોતાના વાહલા ભક્તોને સામે ચાલીને દર્શન આપી આશીર્વાદ વરસાવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!