વઢવાણમાં કવિશ્ર્વર દલપતરામની 205મી જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી
તા.21/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના પનોતા પુત્ર કવીશ્ર્વર દલપતરામની 205 જન્મજ્યંતીની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ દ્વારા કરાઇ હતી વઢવાણ દલપત બાગ માં સૌ પ્રથમ વાર દલપતરામની નવી પ્રતિમાને ફુલહાર કરાયા હતા આ તકે વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્યનું પુસ્તકાલય ઇતિહાસ સ્થળોનું મ્યુઝિમ બનાવી વઢવાણ નેપ્રવાસ પ્રયટક જાહેર કરવાની માંગ કરાઇ હતી વઢવાણમાં તા. 21 જાન્યુઆરીને 1820માં દલપતરામનો જન્મ થયો હતો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર પ્રથમ આવતા કવિ. અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ. નવીન પરિબળોના સબળને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપીહતી વિદ્યાવૃદ્ધિ, સમાજ સુધારા તથા ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારૂ ડહાપણનો બોધ તેમનું જીવનકાર્ય હતું એ જીવન કાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી તેટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકી છે ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાનાં મહત્ત્વનાં અંગ બની રહ્યાં નીતિશુદ્ધ (puritan) વિચારશ્રેણી એ દલપતકાવ્યનું બીજું લક્ષણ હતુ અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપત શૈલીની અસર રહી છે દલપતરામ જેમ સંસ્કાર શિક્ષક હતા તેમ કવિતા શિક્ષક પણ હતા અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપત રામનો નિર્દેશ થાય છે નિબંધ લેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહિ જેવો જ આપી શક્યા છે આમ, અનેક દિશાઓમાં પહેલ કરીને દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસ પ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે ત્યારે દલપતરામની 205મી જન્મ જ્યંતીની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ અને વર્ધમાન વિકાસ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કરાયી હતી આ તકે અમિતભાઇ કંસારા અસવાર દશરથસિંહ રાજુદાન ગઢવી ભગવતીભાઈ અશોકભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ તકે વઢવાણ દલપતરામ બાગમાં સૌ પ્રથમવાર નવી પ્રતિમાને ફૂલહાર કરાયા હતા આ પ્રંસગે વઢવાણમાં ઇતિહાસિક વારસા માટે મ્યુઝિમ બનાવાની માંગ કરાયી હતી આ ઉપરાંત દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય બાગમાં કરવા લાગણી વ્યક્ત કરાયી હતી જયારે વઢવાણને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની માંગ થઈ હતી.