ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની ઉજવણી ભારે ભક્તોની ભીડ વચ્ચે ઉત્સાહભેર કરાઇ.

તારીખ ૨૯/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની મોટીસંખ્યામાં ભાવી ભકતોની ભારે ભીડ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકાના ખંડોળી ગામના જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિ નિમિત્તે જેસરના પીર પ્રદિપસિંહ બાપુ ની ઉપસ્થિતિમાં ભવ્ય લોકડાયરો યોજાયો હતો કાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ જલારામબાપાના ધામ ગણાતા ખંડોળી ખાતે બુધવારે બાપાની ૨૨૬મી જન્મજયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી જેનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતી નિમિત્તે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય ઉજવણી ભાગરૂપે મંદિરને સુશોભિત કરીને પુષ્પોની રંગોળી કરાઈ હતી. ખંડોળીધામ ખાતે એક લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદી માટે ઉમટી પડયા હતા. જ્યાં આ વર્ષ ૩૫ મણ બુંદી ૧૧૦ મણ ચોખા ૩૦ મણ દાળ ૨૦ મણ ગાંઠિયા અને ૧૦૦ મણ શાકની મહાપ્રસાદી તૈયાર કરાઈ હતી પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મંદિરના ટ્રસ્ટી ભાવસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ સોલંકી અને મંદિરના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ કાલોલ તાલુકાના ખંડોળીધામ ખાતે આવેલા સુપ્રસિધ્ધ જલારામ બાપાનું મંદિર કાલોલ, હાલોલ તેમજ સાવલી તાલુકા પંથકના અનેક ગામોના ભક્તજનોની આસ્થાનું ધામ છે, જેથી ત્રણેય તાલુકાના ભાવિ ભક્તોને ધ્યાનમાં રાખીને પાછલા એક સપ્તાહથી બાપ્પાની જન્મજયંતીની ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ આદરી હતી. જલારામ બાપાના ભાઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની સેવાઓ પુરી પાડી હતી.કાલોલના બેઢિયા ગામે આવેલ જલારામ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ બાપાના દર્શન નો લાભ લીધો હતો. પૂ. બાપાની ૨૨૬ મી જન્મ જયંતીની ઉજવણી અનુસંધાને આજે વહેલી સવારથી જ બંને મંદિરો ખાતે મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડ્યા હતા. સ્વયં શિસ્ત અને કતારબદ્ધ રીતે હજારો જલારામ ભકતજનોએ પૂ.શ્રીના જન્મદિન નિમિત્તે ભાવપૂર્ણ વધામણાઓ અને વિશેષ દર્શનો સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો.







