GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં પેગંબર સાહેબના 1500 માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી. સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.

 

તારીખ ૦૫/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના આખરી પયગંબર હજરત મોહમ્મદ(સ.અ.વ) સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૦ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ યાદગાર ક્ષણ ના સાક્ષી બની જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ બાદ પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જુમ્મા ની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદ ખાતે મોલાના અબ્દુલ રશીદ અજીજી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી.ભરવાડ સાથે પીએસઆઇ એલ.એ.પરમાર અને પીએસઆઇ ભાવેશકુમાર કટારીયા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;

Back to top button
error: Content is protected !!