GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર સહીત તાલુકામાં 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન,બાન,શાનથી કરવામા આવી હતી 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૧.૨૦૨૫

હાલોલ નગર સહીત તાલુકામાં 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન,બાન, શાન,થી રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમજ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર જવાનોને યાદ કરી કરવામાં આવી હતી.હાલોલ તાલુકા કક્ષાનો 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હાલોલ તાલુકાના નવાગામ બાંધેલી પ્રાથમિક શાળા ખાતે હાલોલ પ્રાંત અધિકારી પી.એલ.વિઠાણી ની અધ્યક્ષતામાં તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય ના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમાર ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ પ્રસંગે તેમને રાષ્ટ્રઘ્વજને ફરકાવતા દેશ વીર જવાનો ને યાદકારી પ્રજાસત્તાક પર્વનો મહિમા જણાવતા કહ્યું હતું કે,આપણો દેશ આઝાદીના અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે.આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજીકૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આપણે સૌ આ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના યોગદાનને ગૌરવ પૂર્વક યાદ કરી પર્વની ઉજવણી કરીએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે તાલુકાના સરકારી કર્મચારીઓ.તાલુકાની શાળા ના વિદ્યાર્થીઓ સહીત તાલુકાના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જયારે હાલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર એસ.આર.જોશીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મામલતદાર કચેરી ના કર્મચારીઓ સહીત શાળા બાળકો સહીત નગર જાણો ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ દ્વવારા ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. જયારે હાલોલ નગર પાલીકા ખાતે પાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ઉપસ્થિતીમાં પ્રજા સતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલીકા એમ્બ્યુલન્સ ચાલક કલીમ કુરેશી એ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.તેમજ યાત્રાધામ પાવાગઢ ના ઐતિહાસિક કિલ્લા ખાતે સર્કલ ઓફિસર મુકેશ પઢીયાર રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું.તેવી જ રીતે હાલોલ ની તમામ સરકારી તેમજ સહકારી સંસ્થાઓ માં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું.જ્યારે હાલોલ ટાઉન તેમજ હાલોલ રૂરલ પોલીસ મથકે પણ 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન,બાન, શાન,થી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!