ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે હત્યા કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી
તા.11/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે વર્ષ 2023માં 19 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યાનો બનાવ બન્યો હતો આ કેસમાં ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા મહેશભાઈ ધીરૂભાઈ ઉપસરીયા વર્ષ 2023માં સોલડી ગામે રહેતા અને ખેતમજુરી કરતા હતા તેમના નાના ભાઈ મેહુલને સાથે લઈને તા.13-6-23ના રોજ સાંજે તેઓ સોલડી ગામે ખરીદી કરવા ગયા હતા મેહુલને અગાઉ સોલડીના લગધીર ઉર્ફે ગડી લખમણભાઈ ગોહિલે અપશબ્દો કહ્યા હતા આ વાતનું મનદુ:ખ રાખીને મહેશભાઈ દુકાને ખરીદી કરવા ગયા હતા અને મેહુલ બાઈક પાસે ઉભો હતો ત્યારે લગધીરે આવી મેહુલના કપાળે, પેટના ભાગે અને પડખાના ભાગે છરીના ઘા ઝીંકયા હતા આ સમયે મહેશભાઈ દોડીને વચ્ચે પડતા લગધીર છરી લઈને તેઓને પણ મારવા દોડતા મહેશભાઈ શેરીઓમાં નાસ્યા હતા આ બનાવમાં લોહીલુહાણ હાલતમાં મેહુલભાઈને સારવાર માટે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા આથી પોલીસે લાશને ધ્રાંગધ્રા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મૃતકના ભાઈ મહેશભાઈએ તા. 15-6-23 ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે લગધીર ગોહીલ, ભરત ઉર્ફે ભગો તળશીભાઈ રહેવર અને એક અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી આ કેસની પોલીસ તપાસમાં બનાવ સમયે ભરત રહેવર હાજર હતો નહીં અને તે કામ અર્થે બહારગામ ગયો હતો જે કોલ ડિટેઈલ અને સાહેદોના નિવેદન પરથી ફલીત થતા લગધીર ગોહીલ સામે ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ થઈ હતી આ અંગેનો કેસ તા. 9-10-25ના રોજ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ વી.એચ.ભટ્ટ, પી. બી. મકવાણાની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી જજ એમ. પી. ચૌધરીએ આરોપી લગધીર ગોહીલને આજીવન કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે.