AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ઓનલાઇન લોભામણી જાહેરાત કરી છેતરપિંડી આચરનાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

ડાંગ જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા અને સાયબર ફ્રોડ કરતા અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત NCCRP પોર્ટલ પર મળેલી અરજીના આધારે વઘઇ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની વિગત મુજબ, ફરિયાદીની બહેનને ઇન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા આઇડી પરથી કપડાં અને ડ્રેસ અંગેની આકર્ષક તથા લોભામણી જાહેરાત જોવા મળી હતી. તેમાં ઓનલાઇન ડ્રેસ મોકલી આપવાની ખાતરી આપી ફરિયાદી તથા તેમની બહેનનો વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ અલગ-અલગ UPI સ્કેનર અને બેંક એકાઉન્ટમાં રૂ. ૨૭,૨૦૦/- ટ્રાન્સફર કરાવી લીધા હતા. રકમ મેળવ્યા બાદ ડ્રેસની ડિલિવરી ન કરી ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતા સમજી વઘઇ પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને હ્યુમન સોર્સિસની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન છેતરપિંડીમાં સંડોવાયેલ આરોપી મનોજ મનોહર મોરે (રહે. રૂમ નં. ૦૧, જુનો આગ્રા રોડ, ગોકુલ નગર, પશ્ચિમ ઠાણે, બજરંગ જીમખાના પાસે, ઠાણે, મહારાષ્ટ્ર) હોવાનું ખુલવા પામ્યુ હતુ.મહારાષ્ટ્ર ખાતે ગયેલી વઘઇ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. આરોપીએ અન્ય કોઈ વ્યક્તિઓ સાથે આવી સાયબર છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે પણ વઘઇ પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!