વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં એક મહિલાની ફેક આઈડી બનાવી અન્ય મહિલાઓના ફોટા મેળવી શેર કરી અશ્લીલ લખાણ લખી બદનામ કરનાર આરોપી વિરુદ્ધ e-FIR નોંધાઈ હતી.જેના આધારે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ,નાયબ પોલીસ અધિક્ષકોમાં જે.એચ.સરવૈયા,જે.પી.નલવાયાનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પી.આઈ વી.કે.ગઢવીની ટીમે આરોપીને ઝડપી પાડયો છે.તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇમેલ આઈ.ડી. ઉપર એક મહિલા દ્વારા e-FIR કરવામાં આવી હતી.ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે આ બહેનનો સંપર્ક કરી ગુનો દાખલ કર્યો હતો.જેમાં ફરીયાદી બહેનના નામ અને એના ફોટાના દુરઉપયોગ કરી ખોટી ફેશબુક આઇ.ડી. બનાવી તે ફેક ફેશબુક તથા ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ના પ્રોફાઇલમા ફરીયાદી બહેનનો ફોટો અપલોડ કરી તથા અન્ય મહિલાઓના ફોટાઓ ઉપર અશ્લીલ લખાણ લખી ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ઉપર અપલોડ કરેલ હતો.જે e-FIR પરથી સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સહિંતાની કલમ ૭૮(૧)(II) અને આઇ.ટી.એકટની કલમ: ૬૬(સી),૬૭ ગુનો દાખલ કર્યો હતો.જે બાદ આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવીની ટીમે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સની મદદથી આરોપી ગોવિંદ સુબનભાઇ ચૌધરી (ઉ.મ.૨૪,રહે.નિશાળ ફળિયુ,ડોકપાતળ તા.વધઇ જી.ડાંગ ) ને ગણતરીના કલાકોમા શોધી લઇ તેની અટકાયત કરવામાં આવી હતી.તેમજ આરોપીએ જે મોબાઇલ વડે ફેક આઇડી બનાવેલ હતી તે મોબાઇલ રીકવર કરવામાં આવેલ છે. જેમાં ગુનાને લગતા પુરાવા મળેલ છે.જેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે..



