ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીરનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીરનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

મેઘરજ : અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાંથી વહેતી અને મેઘરજ તાલુકાની જીવાદોરી ગણાતી વાત્રક નદીમાં ચોમાસાની ઋતુનું પ્રથમ નીર આવતા ખેડૂતો અને નદીકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.વાત્રક નદીમાં નવા નીર આવ્યાની જાણ થતાં જ પીસાલ સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે પહોંચી સીઝનના પ્રથમ વહેણના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી વરસાદ અને નદીમાં પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ નીર આશાનું કિરણ બની રહ્યું છે.નદીમાં પાણી આવતાં ખેતી માટે સકારાત્મક સંકેત મળ્યો છે. ખેડૂતોમાં સારી વરસાદી સિઝનની આશા જાગી છે અને આગામી દિવસોમાં વધુ વરસાદથી નદીમાં પાણીની આવક વધે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!