GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં ગૌરીવ્રત નિમિત્તે દાતાઓના સહયોગથી દીકરીઓને ભોજન, ગિફ્ટ અને ફ્રૂટ પેકેટનું વિતરણ.

તારીખ ૦૨/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં ભણતી દીકરીઓ માટે છેલ્લા 7 વર્ષથી ગૌરીવ્રતની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે. ત્યારે મંડળના પ્રમુખ અંજુબેન મહેતા અને મંત્રી દિપ્તીબેન પરીખ દ્વારા શરૂ કરવામાં આવેલ આ વિચારને કમિટી મેમ્બર અને સભ્યોએ વધાવી લીધો હતો. જેના પરિણામે દર વર્ષે પાંચ દિવસ દીકરીઓને મીઠા વગરની વિવિધ વાનગીઓ બનાવીને જમાડવામાં આવે છે અને છઠ્ઠા દિવસે વહેલી સવારે દીકરીઓના પારણા કરાવવામાં આવે છે. જેમાં પહેલા દિવસે રૂપલબેન હિરેનભાઈ સુથાર બીજા દિવસે સહેલી ગ્રુપ કાલોલ ત્રીજા દિવસે જૈમીનીબેન નરેન્દ્રભાઈ શાહ ચોથા દિવસે સમાપ્તિબેન તુષારભાઈ વ્યાસ પાંચમા દિવસે કોમલબેન પીનલભાઈ પરીખ સહિત આ ઉપરાંત પાંચે દિવસ દાતાઓના દાનમાંથી અને વાલીઓ તથા સભ્યો તરફથી દીકરીઓને વિવિધ ગિફ્ટ આપવામાં આવી હતી. સાથે જ ફૂડપેકેટ અને ફ્રૂટ પણ આપવામાં આવ્યા હતા. ત્યારે મંડળ વતી પ્રમુખ અંજુબેન મહેતાએ ગૌરીવ્રતની ઉજવણી માટે દાન આપનાર તમામ દાતાશ્રીઓ અને આ સેવાકાર્યમાં સહયોગ આપનાર તમામ બહેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જ્યાં દીકરીઓ માટે કરવામાં આવેલ આ સેવાભાવી કાર્યને સમાજ દ્વારા પણ બિરદાવવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!