ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ માં વરસાદ ની ધમાકેદાર બેટિંગ ઘણા નીચાણ વારા વિસ્તાર માં પાણી ભરાયા.

આણંદ માં વરસાદ ની ધમાકેદાર બેટિંગ ઘણા નીચાણ વારા વિસ્તાર માં પાણી ભરાયા.

તાહિર મેમણ – આણંદ – 07/05/2025 – આણંદ જિલ્લામાં ગતરોજ સાંજના સમયે અચાનક મોસમ બદલાતા અને ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ થતાં ઘણા નીચાણ વારા વિસ્તાર માં પાણી ભરાયા વરસાદ ખંભાતમાં 102 મિલિમીટર નોંધાયો છે. બોરસદમાં 64 મિલિમીટર, તારાપુરમાં 47 મિલિમીટર અને આણંદમાં 41 મિલિમીટર વરસાદ થયો છે. ઉમરેઠમાં 38 મિલિમીટર, સોજીત્રામાં 28 મિલિમીટર અને પેટલાદમાં 27 મિલિમીટર વરસાદ નોંધાયો છે. આંકલાવમાં સૌથી ઓછો 17 મિલિમીટર વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને કારણે આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભાલેજ ઓવરબ્રિજ પાસે બાઈક ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. લોટીયા ભાગોળ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે, વૈશાખ માસમાં આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ સમયે આવું વાતાવરણ ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.આ નીચાણ વારા વિસ્તાર માં કાયમ પાણી ભરાતું હોય આમાં પાણી ના ભરાય તેના માટે મહાનગરપાલિકા એ કોઈ રસ્તો કાઢવો જોઇએ.

Back to top button
error: Content is protected !!