વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૩ સપ્ટેમ્બર :- માહિતી બ્યૂરો, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યને મજબૂત બનાવવા માટે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત ગાંધીધામ તથા પી.એચ.સી.ચિત્રોડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ – ૩ અને પી.એચ.સી.ચિત્રોડ ખાતે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેવી કે આયુષ્માન કાર્ડ, કેન્સર સ્ક્રીનિંગ, હીમોગ્લોબીનની તપાસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, ANC તપાસ, Immunization, NCD Screening, Eye Screening, હાડકાની બિમારીની તપાસ, Suspected TBના દર્દીના Chest X-ray સહિતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ અને તરુણીઓને માસિક અંગે સમજ, માનસિક આરોગ્ય અને મેદસ્વિતા ઘટાડવા તથા પોષણક્ષમ આરોગ્ય અંગે માહિતી આપવામાં આવી હતી.આ કેમ્પોમાં ડૉ.નિમિત મિરાણી, ડૉ. પારૂલ હેમબ્રોમ, એસ.એન જિજ્ઞાસાબેન, હીનાબેન, દિવ્યાબેન, FHW છાયાબેન, નીતિનભાઈ અને લેબ ટેકનિશિયન FHS, MPHS, CHO’s MPHW તથા આશાવર્કર બહેનો હાજર રહ્યા હતાં.