ભરૂચ: મહેતા પરિવાર દ્વારા સેવાયજ્ઞ સમિતિને અંતિમયાત્રા રથ અર્પણ કરાયો, શહેરીજનોને નિઃશુલ્ક સુવિધા અપાશે


સમીર પટેલ, ભરૂચ
ભરૂચના યોગેશ અમૃતલાલ મહેતા તેઓના માતાના સ્મરણાર્થે ભરૂચના નગરજનોને ઉપયોગી થાય તેવી અંતિમયાત્રા વાહિની સેવાયજ્ઞ સમિતિને આજરોજ દાનમાં આપી હતી.આ અંતિમયાત્રા વાહિની લોકોને નિઃશુલ્ક આપવામાં આવશે.
ભરૂચ શહેરમાં આવેલી સેવાયજ્ઞ સમિતિ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.ત્યારે આજ રોજ લાભ પાંચમના દિવસે સેવાયજ્ઞ સમિતિને ભરૂચના નાગરિક યોગેશ અમૃતલાલ મહેતા અને તેમના પત્ની શોભા મહેતા દ્વારા તેમના પૂર્વજોના સ્મરણાર્થે શહેરના નગરજનોને ઉપયોગી થાય તેવી કોમ્પેક્ટ અંતિમ યાત્રા વાહિની અર્પણ કરી હતી.તે ભરૂચ શહેરના નાની-નાની ગલીઓમાં પણ આ અંતિમયાત્રા વાહીની મૃતકના પરિવારજનોને સુધી સરળતાથી જઈ મૃતકને ઘરથી સ્મશાન સુધી લઈ જઈ શકશે. આ અંતિમયાત્રા રથ ચારથી પાંચ લોકોને બેસવાની સુવિધા પણ પણ તેમાં ઉપલબ્ધ છે અને કોઈ પણ મુશ્કેલી વગર જઇ શકશે.અત્રે ઉલ્લેખનીય છેકે, અંતિમયાત્રા વાહિની સેવા યજ્ઞ સમિતિ ભરૂચ શહેર ભરના લોકોને અંતિમ યાત્રા માટે નિઃશુલ્ક આપવામાં આવનાર છે.આ પ્રસંગે મહેતા પરિવારના સભ્યો સેવા યજ્ઞ સમિતિના રાકેશ પટેલ સહિત સેવાયજ્ઞ સમિતિના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




