અંબાજી માં ઉજવાશે શ્રી અગ્રસેન મહારાજ ની જન્મ જયંતી તે નિમિત્તે અગ્રવાલ સમાજ ની સામાન્ય સભા યોજાઈ
23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આગામી નવરાત્રી ના પ્રથમ નોરતે મહારાજા શ્રી અગ્રસેન મહારાજ ની જન્મ જયંતી છે ને શ્રી અગ્રસેન મહારાજ અગ્રવાલ સમાજ ના ઇસ્ટ દેવ માનવામાં આવે છે ત્યારે દેશભર માં વસતા અગ્રવાલ સમાજ માં લોકો દ્વારા પ્રથમ નોરતે મહારાજ શ્રી અગ્રસેન મહારાજ ની જન્મ જયંતી ખુબ ધામધૂમ થી ઉજવે છે તે રીતે અંબાજી માં પણ આ જન્મ જયંતી ઉજવવા અગ્રવાલ સમાજ ની એક બેઠક શ્રી અગ્રસેન ભવન ખાતે રાધેશ્યામજી અગ્રવાલ ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી અગ્રસેન જયંતી ના દિવસે હોમહવન સાથે વિશાળ શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ સમૂહ ભોજનપ્રસાદ નું આયોજન થશે જોકે આ કાર્યક્રમ દરમિયાન યુવા મંચ દ્વારા શોભાયાત્રા નું સુચારુ આયોજન હાથ ધરાયું છે.અંબાજી અગ્રવાલ મહિલા મંચ દ્વારા અગ્રસેન જયંતી ને લઇ ત્રણ દિવસ નો કાર્યક્રમ યોજશે જેમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે સાથે વિવિધ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું છે અંબાજી ખાતે યોજાયેલી અગ્રવાલ સમાજ ની આ સામાન્ય સભા માં સમાજ ને લગતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી જેમાં કોઈ અગ્રબંધુ ના નિધન બાદ ત્રીજા દિવસે પેઢી ખોલાવવાનો સમય ૩.00 વાગ્યા નો નક્કી કરવામાં આવ્યો છે. ને જે કોઈ સમાજ નો વ્યક્તિ નિધન પામે તો તેની અંતિમ યાત્રા માં ઘર દીઠ એક વ્યક્તિ અવશ્ય જવા પણ ઠરાવાયું હતું, તેમજ અગ્રવાલ સમાજ માં યોજાતા લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ જેવા જે પણ કાર્યક્રમો યોજાતા હોય તેમાં મોટી સંખ્યા માં અગ્રવાલ સમાજ ના લોકો જોડાય તેવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું