અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી
ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે જન ઔષધિ દિવસ ૭ માર્ચ ૨૦૨૫ “ઓછી કિંમત,શ્રેષ્ઠ દવા” ની સુચીત થીમ સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર મોડાસા ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી.
ઉજવણી સમારંભના અધ્યક્ષ માન.સાંસદ શોભનાબેન બારૈયા અને જીલ્લા વિકાસ અધિકરી દિપેશ કેડિયા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલ “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પુરુ પાડ્યુ. શ્રીજી સ્ક્વેર મોડાસા,જન ઔષધિ સ્ટોરના વિક્રેતા દ્વારા તથા આ દવાઓનો લાભ લેતા લાભાર્થીઓ દ્વારા પોતાના જીવનમાં આર્થિક રીતે થયેલ ફાયદાને કારણે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.