Dahod:દાહોદ શહેરાના સોનિવાડમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે જ્યોતિબા ફુલેજી ની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
આજ રોજ તારીખ૧૧.૪.૨૫ ના રોજ ક્રાન્તિ સુર્ય એવા મહામના રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલે જી ની ૧૯૮ જન્મજયંતિ નિમિત્તે દાહોદ ખાતે પ્રથમવાર અનુસુચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી માઇનોરીટી સમાજ ના આગેવાનો ,કર્મશિલો દ્વારા મહામના રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલે જી ની જન્મદિવસની ઓબીસી (માળી) સમાજ સાથે સોનીવાડમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર માં ઉજવણી કરવામાં આવી
આ પ્રસંગે ખુબ જ મોટી સંખ્યામાં ઓબીસી (માળી) સમાજ ના આગેવાનો નવયુવાન મિત્રો બાળકો માતાઓ બહેનો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત કર્મશિલો દ્વારા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલે જી કરેલ કાર્યો અને વિચારધારા ની માહિતી આપી હતી જ્યોતિબા ફુલે જેમણે ભારત દેશને ૧૯ મી સદીના ક્રાન્તિકારી યુગપુરુષ આપણ ને મળ્યા જેમણે ભારત દેશને પ્રથમ મહિલા શિક્ષીકા એવા રાષ્ટ્રમાંતા સાવિત્રીબાઇ ફુલે આપ્યા અને આ ફુલે દંપતિ દ્વારા દેશ ની પ્રથમ કન્યા શાળા શરું કરી હતી , સત્ય શોધક સમાજ ની સ્થાપના કરી, અંધશ્રદ્ધા વિરુદ્ધ પાખંડવાદ શોષણ સામે આંદોલન કરવામા આવેલ ખેડુતો માટે વૈજ્ઞાનિક પધ્ધતિ થી ખેતી વિશે રજુઆતો કરી આવા અને કાર્ય ની માહિતી ઉપસ્થિત આગેવાનો દ્વારા આપવામાં આવેલ.અને આવનાર સમયમાં દાહોદ ખાતે રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલે જી ની પ્રતિમા લાવવાં અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલે અને રાષ્ટ્રમાંતા સાવિત્રીબાઇ ફુલે ને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવશે તેમ અજયભાઇ ડામોર દ્વારા જણાવ્યું હતું.આ કાર્યક્રમ માં અનેક આગેવાનો કર્મશિલો માં દાહોદ વોર્ડ નં:૪ ના કાઉન્સિલર રાકેશભાઈ નાગોરી વિરલભાઇ નાગોરી,ભીમયોધ્ધા ગૃપના ઇશ્વરભાઇ પરમાર ચેતનભાઈ પરમાર ડો.અશોકભાઇ અશ્વિનભાઇ,રાજેવભાઇ ડામોર , મુસ્લિમ સમાજના અગ્રણી શબ્બીરભાઇ યાદગારવાલા તેમ અનેક આગેવાનો જોડાયા અને ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં જ્યોતિબા ફુલે લીખીત પુસ્તક “ગુલામ ગીરી અજયભાઈ ડામોર દ્વારા કાર્યક્રમમા ઉપસ્થિત આગેવાનો નવયુવાન મિત્રો બાળકો માતાઓ બહેનો ને આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અજયભાઈ ડામોર મુકેશભાઈ માળી પ્રદિપભાઇ માળી ગણપતભાઈ માળી રાકેશભાઈ માળી, દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો અને અંતે તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો નું માળી સમાજ ના આગેવાન મુકેશભાઈ માળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ