હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧.૨૦૨૫
હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે જીઆઇડીસી ઇન્ડસ્ટ્રી એસોસિયેશન ના ઉપપ્રમુખ પટેલ વિરજીભાઈ તથા અતિથિ વિશેષ માં જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિડના મેનેજર પટેલ જીતુભાઈ, બેન્ક ઓફ બરોડા ના મેનેજર રામ માલદે ભાઈ , પંચમહાલ દર્પણ ન્યુઝના તંત્રી કૃણાલભાઈ ભાટીયા હાજર રહ્યા તથા આજુબાજુના વાલીઓ પણ હાજરીઆપી. મુખ્ય મહેમાન પટેલ વીરજીભાઈના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતમાતાની પૂજા કરી. આ રાષ્ટ્રીય પર્વ પર શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે દેશભક્તિ ગીત, દેશભક્તિ પણ વક્તવ્ય, દેશી ભક્તિ ગીત પર ડાન્સ જેવા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે આ તમામ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બેન્ક ઓફ બરોડા ચંદ્રપુરા ના મેનેજર રામ માલદે ભાઇ દ્વારા શૈક્ષણિક કીટ રૂપે ભેટ આપવામાં આવી તથા આ વિદ્યાર્થીઓને કાર્યક્રમ માટે તૈયાર કરનાર તમામ ટીચર ઓને પણ ભેટ આપવામાં આવી હતી. તથા શાળાના ટ્રસ્ટીઓ , બંને માધ્યમના આચાર્ય તથા શિક્ષક ઓદ્વારા પણ તમામ પ્રોગ્રામને ભેટ આપવામાં આવી હતી.પ્રોગ્રામના અંતે શાળાના પ્રમુખ ટ્રસ્ટી બંને માધ્યમના આચાર્યઓએ આ પ્રોગ્રામને સફળ બનાવનાર તમામ શિક્ષક નો વહીવટી કર્મચારી સેવક મિત્રો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.









