હાલોલ GIDC માં આવેલ કેરીબેગ કંપનીમા ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૩.૨૦૨૫
હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં બંધ બારણે પ્લાસ્ટિકની કેરીબેગ ઉત્પાદન કરતી એક ફેક્ટરી ગુરુવારે આગની ઝપટમાં આવી જતા દોડધામ મચી જવા પામી હતી. હાલોલ ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યું હતું, ફેક્ટરીમાં કેરી બેગ ઉત્પાદન કરવા માટેનું રો મટીરીયલ અને ઉત્પાદન થયેલો જથ્થો આગની ઝપટમાં સ્વાહા થઈ જતા ફેક્ટરી માલિકને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ જ જાણકારી પ્રાપ્ત થઈ નથી. પરંતુ આગ લાગી ત્યારે ફેક્ટરી બંધ હતી, ફાયર ની ટીમે ફેક્ટરીના તાળા તોડીને આગ ઉપર નિયંત્રણ મેળવવાની કામગીરી કરી હતી.બનાવ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારીને અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ થતા બંને વિભાગના અધિકારીઓ એ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.અને આ ફેક્ટરીમા કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ ની ગાઈડલાઈન મુજબ 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના કેરી બેગ બનાવવામાં આવી રહ્યા હતા કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.