GUJARATKESHOD

મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત…

મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત...

૨૮ ઓકટોબરના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ)  રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશ પકડવામાં આવ્યા મહાનગરપાલિકા, જૂનાગઢમાં માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચનો મુજબ નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નરશ્રી જયેશ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશ પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝરશ્રીનાં સુપરવિજન હેઠળ તા.૨૮/૧૦/૨૦૨૪ ના રોજ શહેર માંથી ૩૦ (ત્રીસ) ગૌવંશ પકડવામાં આવ્યા હતા. આમ, શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા ગૌવંશને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે આગામી સમયમાં પણ કાર્યરત રહેશે.

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!