લખતર બસ સ્ટેન્ડમા છેલ્લા એક વર્ષથી CCTV કેમેરા બંધ હાલતમાં
તા.14/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લખતર રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર ડેપો હેઠળનું લખતર બસ સ્ટેન્ડ છે જે પાંચેક વર્ષ પહેલા બેએક કરોડના ખર્ચે બનાવવામાં આવેલું છે જે આધુનિક સુવિધાઓ સાથે બનેલું હોવાની જાહેરાત કરવામાં આવી હતી તેમાં આધુનિક સુવિધાઓ તો છે પરંતુ જે પ્રાથમિક સુવિધા અને મુસાફરોની સુરક્ષા માટેની સુવિધા ગણાય તેવી મહત્વની સુવિધા બંધ હાલતમાં છે મળતી વિગત અનુસાર, છેલ્લા એકાદ વર્ષથી લખતર બસ સ્ટેન્ડનાં ચારેય સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં જ છે આ કેમેરા બંધ હોવાથી મુસાફરોની સલામતી ઉપર તો સવાલો ઊઠે જ છે જ્યારે બસ સ્ટેન્ડમાંથી બાઈક અને સાઇકલ ચોરી થવાના બનાવો બની ગયા છે તેમ છતાં સીસીટીવી કેમેરા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી નોંધનીય છે કે, વિભાગીય નિયામક સુરેન્દ્રનગર ડેપોની મુલાકાત લેતા હોય છે ત્યારે એક રાજ્યનાં અધિકારી લખતર બસ સ્ટેન્ડની પણ થોડા સમય પહેલા મુલાકાત લઈ ગયા હતા તો તેઓને આ દેખાતું નહીં હોય તેવા સવાલો લોકોમાં ઊઠવા પામ્યા છે જ્યારે હાલમાં દિવાળી વેકેશન પૂર્ણતાના આરે છે ગિરનારની લીલી પરિક્રમા શરૂ છે લગ્નગાળો શરૂ થઈ ગયો છે તેવા સમયે હવે બસ સ્ટેન્ડમાં ભીડ વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે ત્યારે સીસીટીવી બંધ હોવાથી મુસાફરોની સલામતીનું શું તેવા સવાલો ઊઠ્યા છે.