ANANDGUJARATSOJITRA

મુખ્યમંત્રી એ આણંદ જિલ્લાના નાગરિકોને રૂપિયા 119 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

મુખ્યમંત્રી એ આણંદ જિલ્લાના નાગરિકોને રૂપિયા 119 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

i

તાહિર મેમણ – આણંદ – 30/11/2024 – ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતા. સોજીત્રા સ્થિત હેલીપેડ ખાતે ઉતર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સૌપ્રથમ પીપળાવ સ્થિત આશાપુરી માતાના મંદિરે પહોંચ્યાં હતાં અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોજીત્રામાં રૂપિયા 14.85 કરોડના ખર્ચે નિર્મિત ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રી સોજીત્રા સ્થિત જે.એસ.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સ્થળે પહોંચ્યાં હતાં. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 8997.98 લાખના 39 જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂપિયા 2976.28 લાખના 13 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી, કુલ રૂપિયા 11,974.26 લાખના વિવિધ 52 જેટલા વિકાસ પ્રકલ્પોની નાગરીકોને ભેટ આપી હતી.

મુખ્યમંત્રીના હસ્તે થયેલ ખાતમુહૂર્તના 39 જેટલા કામોની વિગતો જોઈએ તો, માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના રૂપિયા 6146.76 લાખના 8 જેટલા કામો, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના રૂપિયા 487.60 લાખના 4 કામો, સિંચાઈ વિભાગ (રાજ્ય) ના રૂપિયા 213.87 લાખના 4 કામો, આણંદ નગરપાલિકાના રૂપિયા 1745.63 લાખના 14 કામો, સોજિત્રા નગરપાલિકાના રૂપિયા 404.12 લાખની રકમના 9 કાર્યોનો સમાવેશ થાય છે.

13 જેટલા કાર્યોનું લોકાર્પણના વિકાસ કાર્યોમાં માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના રૂપિયા 650 લાખનું 1 કામ, આણંદ નગરપાલિકાના રૂપિયા 404.28 લાખની રકમના 7 કામ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રૂપિયા 217 લાખના 2 કામ, આરોગ્ય વિભાગના રૂપિયા 220 લાખના 2 કામ તથા શિક્ષણ વિભાગના રૂપિયા 1485 લાખના 1 વિકાસ કામનો સમાવેશ થાય છે.

આણંદ જિલ્લાના તાલુકા મુજબ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણની વિગત જોઈએ તો, આણંદ તાલુકામાં રૂપિયા 2252.63 લાખના 16 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 704.28 લાખના રકમના 9 કાર્યોનું લોકાર્પણ મળી કુલ રૂપિયા 2956.91 લાખના કુલ 25 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, ઉમરેઠ તાલુકામાં રૂપિયા 3987 લાખની રકમના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ખંભાત તાલુકામાં રૂપિયા 105.04 લાખની રકમના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, તારાપુર તાલુકામાં રૂપિયા 618.95 લાખની રકમના 1 વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને રૂપિયા 17 લાખના રકમના 1 કામનુ લોકાર્પણ કરીને કુલ રૂપિયા 635.95 લાખના કુલ 2 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

પેટલાદ તાલુકામાં રૂપિયા 59.16 લાખની રકમના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 120 લાખના રકમના 1 કાર્યોનું લોકાર્પણ કુલ રૂપિયા 179.16 લાખના કુલ 2 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, બોરસદ તાલુકામાં રૂપિયા 767.8 લાખના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, સોજીત્રા તાલુકામાં રૂપિયા 1105.59 લાખની રકમના 17 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2135 લાખની રકમના 2 કાર્યોનું લોકાર્પણ કરીને કુલ રૂપિયા 3240.59 લાખના કુલ 19 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોરસદ અને આણંદમાં રૂપિયા 101.72 લાખના 1 વિકાસ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાવરગ્રીડ, પશ્ચિમ ક્ષેત્ર 2 – વડોદરા દ્વારા સી.આર.એસ પહેલ અંતર્ગત આણંદ જિલ્લામાં આપવામાં આવેલ ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવાની 25 ઈ-રીક્ષાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું

Back to top button
error: Content is protected !!