મુખ્યમંત્રીએ માહિતી ખાતાની નવા કલેવર સાથેની વેબસાઈટ લોંચ કરી: પત્રકારો અને જનતા માટે વધુ સુવિધાજનક બેનિફિટ્સ ઉપલબ્ધ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ gujaratinformation.gujarat.gov.in નું ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું. નવી વેબસાઈટ પત્રકારો તથા સામાન્ય જનતાને વધુ સરળતાથી અને ઝડપી રીતે વિવિધ માહિતી સુધી પહોંચ સુલભ બનાવશે.
માહિતિ ખાતાની નવિનતમ વેબસાઈટને યુઝર ફ્રેન્ડલી અને મોબાઇલ ફ્રેન્ડલી બનાવવા સાથે તેમાં અગાઉની વેબસાઈટ કરતાં વધુ સક્રિય અને ઉપયોગી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ખાસ કરીને વેબસાઈટમાં અપલોડ થતી માહિતી હવે ટેક્સ્ટ, ફોટો અને વિડીયો જેવા મલ્ટીમીડિયા ફોર્મેટમાં ઉપલબ્ધ રહેશે. પ્રેસનોટ હવે તારીખ, જિલ્લો તથા વિભાગ પ્રમાણે ફિલ્ટર કરી જોઈ શકાશે અને તેમને સીધા સોશિયલ મીડિયા પર શેર કરવાની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે.
વેબસાઈટ પર માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનો વાંચવા, ડાઉનલોડ કરવા તેમજ કેટલા વપરાશકર્તાઓએ તેનો ઉપયોગ કર્યો તે અંગેના આંકડા મેળવવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફોટો અને વીડિયો બેન્ક માટે હવે આર્કાઇવ, તારીખ અને કાર્યક્રમ મુજબ શોધી શકાય તેવી તક આપવામાં આવી છે.
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)ના માધ્યમથી હવે આ વેબસાઈટને ગુગલ સર્ચ મારફતે સરળતાથી ઍક્સેસ કરી શકાય છે. ઉપરાંત, રાજ્યના પત્રકારોને લાભ આપતી કામગીરી વધુ સરળ બનાવવા અક્રેડિટેશન કાર્ડ પોર્ટલ પણ વિકસાવવામાં આવ્યો છે, જે નવી વેબસાઈટ સાથે સંકળાયેલ છે.
વિભિન્ન કાર્યક્રમો દરમ્યાન પત્રકારોને પ્રવેશ પાસ આપવાની પ્રક્રિયા હવે ઓનલાઈન પદ્ધતિથી થશે. નવતર ગેઇટ પાસ પોર્ટલ પત્રકારોને ઓનલાઈન નોંધણી, અરજી અને મંજૂરીની સંપૂર્ણ ડિજિટલ સુવિધા આપે છે, જેથી કચેરીએ જવાની જરૂર ન રહે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના સચિવ તથા માહિતી પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ. બચાણી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી વેબસાઈટના લોન્ચ સાથે માહિતીના વધુ પારદર્શક અને સુલભ વહન તરફ રાજ્ય સરકારે વધુ એક મજબૂત પગથિયો ભર્યો છે.