ચોટીલા પ્રાંત અધિકારીએ નેશનલ હાઇવે ઉપર આવેલી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરાયાં
શિવલહેરી પરોઠા, વિર વચ્છરાજ હોટલ, પટના બિહાર-બલવીર હોટલ પર પ્રાંત મકવાણાનું બુલડોઝર ફરી વળ્યું.

તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

શિવલહેરી પરોઠા, વિર વચ્છરાજ હોટલ, પટના બિહાર-બલવીર હોટલ પર પ્રાંત મકવાણાનું બુલડોઝર ફરી વળ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલ શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ વીર વચ્છરાજ હોટલ પટના બિહાર બલવીર હોટલ પર નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણા નાઓએ બુલડોઝર ફેરવ્યુ છે ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ખેરડી ગામના સરકારી સર્વે નંબર. 224/પૈકી 1 (નવો સર્વે નંબર.605) ની જમીન પર શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર 4- 00 ગુ.(10 વિઘા) કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે જે પૈકી એકર 1-00 ગુ.જમીન પર પાકું બાંધકામ વાળી જમીન પર મંગળુભાઇ જીલુભાઈ ખાચર રહે, ખેરડી તાલુકો ચોટીલાવાળા વ્યકિતઓએ સન.2001થી હોટલ બનાવી અનઅઘિકૃત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, ચા,પંચર તથા પાન મસાલા તથા કરિયાણાની દુકાનો, રહેઠાણ માટેનો બંગલો, હોટલમાં કામ કરતા સ્ટાફને રહેવા માટેના મકાનો તથા ઘોડાસર (ઘોડાઓ માટેનો તબેલો) વિગેરે ગેરકાયદેસર રીતે પાકુ બાંઘકામ કરી ઉભી કરેલ હતું જે હોટલ ખાતે બાયો ડીઝલ, ડીઝલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હોવાની અવાર નવાર ફરિયાદ અત્રેની કચેરીને મળેલ તેમજ હોટલ સંચાલકને જગ્યા ખાલી કરવા માટે ગત તારીખ 26/12 ના રોજ આખરી નોટિસ આપવામાં આવેલ જેની મુદ્દત તારીખ 28/12 ના રોજ સમય બપોરના 2-00 કલાકે પૂર્ણ થયેલ તેમ છતાં પણ તેઓ દ્વારા પોતાની જાતે દબાણ દૂર કરવામાં ન આવતા બપોરના 3 કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યુ હતું શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ 07 દુકાનો (ચા, પાન મસાલા, પંચર તથા કરિયાણા વિગેરે) 1 રહેઠાણ માટેનો બંગલો, 3 હોટલમાં કામ કરતા સ્ટાફને રહેવા માટેના મકાનો
ઘોડાસર (ઘોડા માટેનો તબેલો) ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે 12,94,56,000 કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે વિર વચ્છરાજ હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર 3-11 ગુ.( 8 વિઘા 4 ગુ.) પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે જે જમીન પર મહેન્દ્રભાઇ જીલુભાઈ ખાચર રહે, ખેરડી તાલુકો ચોટીલા વાળા વ્યકિતઓએ સન.2001થી હોટલ બનાવી અનઅઘિકૃત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે વીર વચ્છરાજ હોટલ, ચા, પંચર તથા પાન મસાલા ની દુકાનો, હોટલ સ્ટાફ ક્વાર્ટર વિગેરે ગેરકાયદેસર રીતે પાકુ બાંઘકામ કરી ઉભી કરેલ હતું જે હોટલ ખાતે બાયોડીઝલ, ડીઝલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હોવાની અવાર નવાર ફરિયાદ અત્રેની કચેરીને મળેલ બપોરના 3 કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા વીર વચ્છરાજ હોટલ 3 દુકાનો (ચા, પાન મસાલા, પંચર વિગેરે), 3 હોટલ સ્ટાફ કવાર્ટસ ટોયલેટ બાથરૂમ બ્લોક, ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે 10,62,40,000 કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી પટના બિહાર બલવીર હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર 1-16 ગુ.( 3.5 વિઘા) પર કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે જે જમીન પર સુરેશભાઇ જીલુભાઈ ખાચર રહે, ખેરડી તાલુકો ચોટીલા વાળા વ્યકિતઓએ સન 2001થી હોટલ બનાવી અનઅઘિકૃત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે પટના બિહાર હોટલ, ચા,પંચર તથા પાન મસાલાની દુકાનો, હોટલ સ્ટાફ ક્વાર્ટર વિગેરે ગેરકાયદેસર રીતે પાકુ બાંઘકામ કરી ઉભી કરેલ હતું જે હોટલ ખાતે બાયો ડીઝલ, ડીઝલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હોવાની અવાર નવાર ફરિયાદ અત્રેની કચેરીને ત્યારે બપોરના 3 કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ. ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા પટના બિહાર બલવીર હોટલ 2 દુકાનો (ચા, પાન મસાલા) 2 હોટલ સ્ટાફ કવાર્ટસ ટોયલેટ બાથરૂમ બ્લોક મળી તમામ ગેરકાયદેસર બાંઘકામનુ કુલ ક્ષેત્રફળ એકર 8- 27 ગુઠા( 22 વિઘા) જમીન થાય છે જેનું હાલની બજાર કિંમત રૂ.28,12,24,000 કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ 25 વર્ષ થી કરેલ છે તે અંગે વાર્ષિક 1% ના દરે કુલ 25 વર્ષની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



