ARAVALLIGUJARATMEGHRAJMODASA

મોડાસા – રોડની નબળી કામગીરીને લઈ જવાબદાર નાયબ કાર્યપાલક ઇજનેર અને કોન્ટ્રાક્ટરને કલેક્ટરે નોટિસ ફટકારી – રોડ ફરીથી બનાવવા સૂચના આપી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – રોડની નબળી કામગીરીને લઈ જવાબદાર નાયબ કાર્યપાલક ઇજનેર અને કોન્ટ્રાક્ટરને કલેક્ટરે નોટિસ ફટકારી – રોડ ફરીથી બનાવવા સૂચના આપી

રોડની નબળી કામગીરી બદલ જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી અઠવાડિયામાં ફરીથી રોડ બનાવવા અંગે આપી સૂચના અરવલ્લી જિલ્લા ક્લેક્ટરે મિલિન્દ બાપનાએ સરઢોઈ- દાવલી રોડની મુલાકાત કરી હતી

અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાએ આજે મોડાસા તાલુકામાં આવેલ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના સરઢોઈ- દાવલી રોડની મુલાકાત કરી હતી. આ રોડની કામગીરી નબળી થઈ હોવાની રજૂઆત મળતા તેમણે આજે જાતે મુલાકાત લઈ રોડની ગુણવત્તાની તપાસ કરી હતી.વર્ષ ૨૦૨૨ માં બનેલા આ રોડ પર ઠેરઠેર ખાડા પડેલા ધ્યાને આવ્યા સાથેજ રોડ અને પેચવર્કની ગુણવત્તા નબળી જણાતા જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે . સાથેજ આગામી એક અઠવાડિયામાં આ રોડ ફરી બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે

બીજી તરફ વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં પણ રોડ રસ્તાના કામો તેમજ રસ્તાની માટી કામમાં પણ મસ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો ક્યાંક નવીન ગરનાળા ની જ્ગ્યાએ જુના ગરનાળા રહેવા દઈ જોઇન્ટ કરી દીધા છે તો ક્યાંક મેટલ કામમાં પણ વેઠ જોવા મળી છે વારંવાર જાગૃત નાગરિકો એ વેદના વ્યક્ત કરી છતાં જવાબદાર જિલ્લા પંચાયતના અધિકારીઓ કે તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી ત્યારે જો કલેક્ટર મેઘરજ તાલુકામાં પણ રોડ રસ્તાના કામો જીણવટ ભરી તપાસ કરે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીનો ને નીચે રેલો આવે તો નવાઈ નહીં ત્યારે હાલ જાગૃત નાગરિકોની માંગ છે કે મેઘરજ તાલુકામાં પણ રોડ રસ્તાના કામો ની ચકાસણી કરવામાં આવે

 

Back to top button
error: Content is protected !!