GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસની પ્રસંશનીય કામગીરી.વાહન ચોરીનાં ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો

 

તારીખ ૧૨/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ અધિકારીઓ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓ ને ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે “મધવાસ થી એક ઇસમ શંકાસ્પદ હીરો કંપની ની સ્પ્લેન્ડર મોટરસાયકલ આગળ ની નંબર પ્લેટ તૂટેલી હાલતમાં લઇને કાલોલ તરફ આવે છે તેવી બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફનાં માણસો ને સુચના કરતા મલાવ ચોકડી પાસે સદર મોટરસાયકલ ની વોય તપાસ દરમ્યાન એક ઇસમ ઉપરોક્ત વર્ણનવાળી મોટર સાયકલ લઈ ને આવતા તેણે ઉભો રહેવા ઈશારો કરતા તેણે તેની મો.સા ઉભી રાખી ઇસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ હરેશભાઈ ઉર્ફે હરિયો રાજુભાઈ ભરવાડ રહે.અલીન્દ્રા ભરવાડવાસ તા.કાલોલ જી.પંચમહાલ નાનો હોવાનું જણાવેલ અને તેની પાસે ની કાળા કલર ની મોટરસાયકલ જોતા પાછળ નંબર જોતા જીજે-૧૭-AC-૭૭૪૩ નાનો હોય જેને પોકેટ કોપ મા સર્ચ કરતા જે મોટર સાયકલ કાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં રાજપુતાનાં કંપની નાં ગેટ પાસેથી ચોરી માં ગયેલ મોટરસાયકલ હોય જે આધારે સદર ઇસમને વિશ્વાસ માં લઇ પૂછપરછ કરતા આજ થી બે દીવસ અગાઉ રાજપુતાનાં સ્ટેઇલનેસ સ્ટીલ કંપની નાં ગેટ ની બહાર મુકેલ મોટરસાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોય જેથી સદર આરોપી ને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ વિશ્વાસ માં લઇ અન્ય ચોરી નાં મુદામાલ વિષે પૂછપરછ કરતા બીજી એક એકટીવા તથા એક એચ.એફ ડીલક્ષ બાઈક ચોરી તેના ઘરે સંતાડી રાખેલ છે જેથી સદર આરોપી ને સાથે રાખી તેના ઘરે જઈ તપાસ કરતા એક એકટીવા નંબર જીજે-૧૬-R-૫૮૭૨ નાની હોય તથા એક એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ નંબર જીજે-૧૭–BE-૩૭૨૩ નાનો હોય જે બન્ને વાહનો ની તપાસ કરતા ચોરી માં ગયેલ હોય આમ કુલ ૦૩ વાહનો પોકેટ કોપ મા સર્ચ કરી રીકવર કરી અનડીટેકટ ચોરીનાં ત્રણ ગુન્હાઓ ડીટેકટ કરી પકડાયેલ આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ કાલોલ પોલીસ દ્વારા વાહન ચોરીના ત્રણ ગુનાઓ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી પ્રશંસનીય કામગીરી કરી છે.

Back to top button
error: Content is protected !!