અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા ચાણક્ય સ્કૂલ પાસે સાયરા રોડ પર કોન્ટ્રાક્ટરે ચોમાસમા જ નાના ડીપ પુલનું કામ શરૂ કર્યું ..!!!
ચોમાસુ આવી રહ્યું છે તે ખબર હોવા છતાં કામો કરવા પાછળ ક્યાંક સરકાર ની તિજોરીને નુકશાન પહોંચે તો નવાઈ નહીં
હાલ ચોમાસાની સિઝન શરૂ છે અને ઠેર ઠેર વરસાદ વરસ્યો છે અને હવે વરસાદ પણ શરૂ થયો છે અને ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ કેટલી જગ્યાએ ચોમાસામાં પણ કોન્ટ્રાક્ટરો રોડ રસ્તાના કામો કરી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ચોમાસુ આવી રહ્યું છે તે ખબર હોવા છતાં કામો કરવા પાછળ ક્યાંક સરકાર ની તિજોરીને નુકશાન પહોંચે તો નવાઈ નહીં
મોડાસા સાયરા રોડ પર ચાણક્ય સ્કૂલ પાસે કોન્ટ્રાકટર ધ્વારા ચોમાસાના સમયને જ નાના ડીપ પુલ નું કામ શરૂ કરતા અનેક ચર્ચાઓ જામી જેમાં જૂનું કામ તોડી નાખી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ હાલ વરસાદ ની સિઝન છે અને જ્યાં કામ થઈ રહ્યું છે ત્યાં પાણી પસાર થાય છે હાલ કામ શરૂ હોવાથી વાહન ચાલકો ને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખબર હોવા છતાં હાલ કોન્ટ્રાક્ટરે પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કર્યું હોય તેવો ઘાટ છે. વરસેલા વરસાદને કારણે ડાઈવર્ઝન પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી પરંતુ ચોમાસમાં પણ કામો શરૂ રહેતા અનેક સવાલો ઊભા થયાં છે



