GUJARATJUNAGADH

ગટર, ખાળ, કૂવાની સફાઇ દરમિયાન સફાઇ કામદાર કે મજુરનું મૃત્‍યુ થાય તો,રૂ.૩૦ લાખ ચુકવવા કોર્ટનો આદેશ

ગટર, ખાળ, કૂવાની સફાઇ દરમિયાન સફાઇ કામદાર કે મજુરનું મૃત્‍યુ થાય તો,રૂ.૩૦ લાખ ચુકવવા કોર્ટનો આદેશ

ભારત સરકાર દ્વારા “ધી પ્રોહિબીશન ઓફ એમ્‍પલોયમેન્‍ટ એઝ મેન્‍યુઅલ સ્‍કેવેન્‍જર્સ એન્‍ડ ધેર રિહેબીલીટેશન એકટ, ૨૦૧૩ (M.S.Act,2013)” ની કલમ ૭ અને ૯ ની જોગવાઇ મુજબ કોઇપણ વ્‍યકિત કે સંસ્‍થા દ્વારા સીધી કે આડકતરી રીતે કોઇપણ વ્‍યકિતને કે સફાઇ કામદારને ગટર કે ખાળકૂવાની સફાઇ કરવા જોખમી કામે રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને ગટર સફાઇની કામગીરી દરમ્‍યાન જરૂરી સુરક્ષાના યાંત્રિક સાધનોની મદદથી ગટર સફાઇ કામગીરી કરાવવાની થાય છે.જૂનાગઢ જિલ્‍લામાં શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવતા તમામ ખાનગી સોસાયટી, રેસ્‍ટોરન્‍ટ, હોસ્પિ‍ટલ પેઢીઓ, કારખાનેદારો, હોટેલ, સિનેમાઘરો, લગ્‍નવાડી, મોલ વગેરે જેવી સંસ્‍થાઓ કે વ્‍યકિત દ્વારા ગટર ખાળકૂવાની સાફ સફાઇ દરમિયાન ગેસ ગળતરથી જો કોઇપણ સફાઇ કામદાર/મજુરનું મૃત્‍યુ થાય તો રૂ.૧૦ લાખનું વળતર ચુકવવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ કરવામાં આવેલ હતો. જેમાં હાલે સુપ્રિમ કોર્ટના નવા ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરી રૂ.૩૦ લાખનું વળતર ચુકવવાનો આદેશ ફરમાવ્યો છે.તાજેતરમાં જ ગટર અને ખાળકૂવાની સફાઇ અર્થે હાઇકોર્ટમાં રીટપીટીશન દાખલ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજયમાં ગટર સફાઇની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી સફાઇ કામદારો/મજુરોના મૃત્‍યુના બનાવો વધુ બની રહ્યા છે. આવા અપમૃત્‍યુ અટકાવવા સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ સરકારી તેમજ પ્રાઇવેટ સેકટરો દ્વારા ગટર અને ખાળકૂવાની સફાઇ દરમિયાન સફાઇ કામદારો/મજુરોને તેમા ઉતારવા મનાઇ કરવામાં આવી છે. ઉપરાંત આ પ્રકારની કામગીરીને લઇને જો કોઇ વ્‍યકિતને ગટર કે ખાળકૂવામાં ઉતારવાની ફરજ પાડવામાં આવશે તો તે ગેરકાયદેસર કૃત્‍ય ગણવામાં આવશે. આ કામગીરી સુરક્ષિત રીતે કરવા માટે સરકાર દ્વારા જોગવાઇ કરવામાં આવી છે. તે મુજબ સલામતી અને તકેદારીના ભાગરૂપે વિવિધ પ્રકારના સાધનો વિષે જણાવવામાં આવ્‍યુ છે. છતાં પણ આ પ્રકારની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી સફાઇ કામદાર/મજુરનું મોત નીપજે તો સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રૂ.૩૦ લાખનું ચુકવણુ તેઓના વારસદારશ્રીઓને કરવા આદેશ કરવામાં આવ્‍યો હોવાનુ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક ( અ.જા.ક) જૂનાગઢ જિલ્લા મેનેજર શ્રી ની એક અખબારી યાદીમા જણાવાયુ છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!