વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ,તા.૧૩ તારીખ ૧૨ એપ્રિલના રોજ ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કોટબા અને ધવલીધોડ ગામ ખાતે હનુમાન જ્યંતી ઉત્સવની ઉજવણી નિમિતે લોકોને સાઇબર ક્રાઇમ થી સાવધાની રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તહેવાર પ્રંસગે ઉપસ્થિત થયેલા અંદાજિત ૫૫૦ જેટલા લોકોને સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટની ધમકી, ફ્રી ગેઇમ એપ્લિકેશન, ફ્રી ગિફ્ટ તેમજ કેસ વાઉચરના નામ થી આવતી લિંક તેમજ ફેક કોલ જેવા સાયબર ક્રાઈમ ની માહિતિ આપી આવા સાઇબર ક્રાઇમ નો ભોગ ન બનાય તે માટે શું સાવધાની રાખવી તેની માહિતી આપવામા આવી હતી. તેમજ સાયબર હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ વિશે માહિતી આપી બેગ તેમજ પેમ્પ્લેટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રંસગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવાના કર્મચારીઓ, ધવલીદોડ ગામના સામાજિક આગેવાન શ્રી રમેશભાઈ ગાગોર્ડા, ગામના સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતાં.