અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ઢેકવા ગામની યુવતીનો મ્રુતદેહ વાંક ગામે કુવા માંથી મળી આવતા ચકચાર, મૃત્યુ અંગે અનેક તર્કવિતર્ક
સવારે યુવતી ઘરેથી સ્કુલમાં જવા નીકળી હતી બપોરે અજાણ્યા શખ્સે યુવતીના ભાઇને ફોન કરી વાંક ગામેથી યુવતીને લઇ જવા જણાવ્યુ હતુ
મેઘરજ તાલુકાના ઢેકવા ગામની ૧૯ વર્ષીય યુવતી સવારે ઘરેથી સ્કુલમાં જવા નીકળી હતી બપોરે અજાણ્યા શખ્સે યુવતીના ભાઇને ફોન કરી વાંક ગામે યુવતીને લેવા બોલાવાયા હતા અને યુવતીનો મ્રુતદેહ કુવામાં બતાવી યુવતીએ આપઘાત કર્યાનુ જણાવતાં યુવતીના મોત અંગે તર્ક વિતર્ક સર્જાયા છે
ઢેકવા ગામની તેજલબેન રમણભાઇ ભગોરા ધોરણ.૧૨
માં છીટાદરા ગામે હાઇસ્કુલમાં અભ્યાસ કરતી હતી અને તેજલ રોજ ઘરેથી અપડાઉન કરી અભ્યાસ કરતી હતી સોમવારે સવારે તેજલ ઘરેથી સ્કુલમાં ગઇ હતી બપોરે ત્રણ વાગે કોઇ અજાણ્યા ફોન નંબર પરથી તેજલના ભાઇ વિનોદ ઉપર ફોન આવ્યો હતો શખ્સે યુવતીના ભાઇ વિનોદને કહ્યુ હતુ કે તારી બહેન તેજલ કોટડા આવેલીછે અને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવા જાયછે તો તમે વડથલી પેટ્રોલપંપ સુધી લેવા આવો હુ તેને બાઇક પર લઇને આવુછુ જેથી વિનોદ બાઇક લઇ વડથલી પેટ્રોલપંપ પર બહેનને લેવા પહોચ્યો હતો તેવામાં અજાણ્યા શખ્સનો ફરીથી વિનોદના મોબાઇલ પર ફોન આવ્યો હતો તેણે કહ્યુ કે તમે કોટડા ગામે આવી જાવ હુ છોકરીને લઇ ઉભોછુ જેથી વિનોદ વડથલી થી કોટડા ગામે ગયો હતો તો ફરીથી વિનોદ પર આ શખ્સે ફોન કર્યો અને કહ્યુ કે તમે વાંક ગામે સીસી રોડ પર આગળ આવો તેમ કહેતાં વિનોદ વાંક ગામે ગયો તો વિનોદ પર ફોન કરનાર શખ્સ દુખીરામ કાળુભાઇ તબીયાળ ઉભો હતો અને વિનોદને કહ્યુ હતુ કે તારી બહેન તેજલ કુવામાં પડી ગઇછે જેથી વિનોદે કુવામાં જોયુતો તેજલ પાણી વગરના ઉંડા કુવામાં પડેલ હતી ઉપરથી બુમો મારતાં તેજલ કઇ પણ બોલી રહી ન હતી જેથી વિનોદ પોતાના ઢેકવા ગામે જતો રહ્યો હતો અને કુટુંબીઓને જાણ કરી બીજા દીવસે કુટુબી જનો સાથે વિનોદ વાંક ગામે ઘટના સ્થળે આવ્યા હતા ત્યાર બાદ મેઘરજ પોલીસસ્ટેશને જઇ નિવેદન નોધાવતાં પોલીસે મ્રુતદેહનુ પી.એમ કરાવી એડી દાખલ કરી યુવતીના મોતનુ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી