S G F I અંતર્ગત ડીસા તાલુકા કક્ષાની શાળાકીય કબડ્ડી સ્પર્ધા સરસ્વતી હાઈસ્કૂલ નાની આખોલ ખાતે યોજાઈ ગઈ

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
S G F I અંતર્ગત ડીસા તાલુકા કક્ષાની શાળાકીય કબડ્ડી સ્પર્ધા સરસ્વતી હાઈસ્કૂલ નાની આખોલ ખાતે યોજાઈ ગઈ.જેમાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા ની અંડર 17 અને અંડર 14 ની ટીમો એ ભાગ લીધેલ. જેમાં અંડર 17 ની ટીમ તાલુકા કક્ષાએ વિજેતા બનેલ.જે જિલ્લા કક્ષા એ યોજાનાર કબડ્ડી સ્પર્ધા માટે ડીસા તાલુકા નું પ્રતિનિધિત્વ કરશે. તેમજ અંડર 14 ના બે ખેલાડીઓ પણ ડીસા તાલુકા ની ટીમ માં પસંદગી પામેલ.બંને ટીમો શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી પરેશકુમાર બી રાવલ ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ. વિજેતા ટીમ માં મકવાણા જીગર, દરબાર ચેતન, ભીલ પરેશ, ભીલ સુમિત, રાજપુત કનક, ચૌધરી રવિ, ચૌધરી ખેતારામ, પરમાર ભરત, સુથાર પાવન,ચૌહાણ સતીશ, ચૌધરી શામળ, દેસાઈ નિરજ નો સમાવેશ થાય છે. તમામ ખેલાડીઓને શાળાના આચાર્યશ્રી કે.પી.રાજપુત સાહેબે અભિનંદન પાઠવેલ. 




