ખરસાલીયા નવા પુલ પાસે બાઇક ની આગળ અચાનક કૂતરું આવી જતા ચાલકને ગંભીર ઈજાઓ.સારવાર દરમિયાન મોત
તારીખ ૨૭/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભલાણીયા ગામના વણકર ફળિયામાં રહેતા મિહિર કુમાર જગતસિંહ પરમાર દ્વારા વેજલપુર પોલીસ મથક નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓ તેઓના કુટુંબી કાકા નો દીકરો અમિતકુમાર સુરેશભાઈ પરમાર તેની મોટરસાયકલ સાથે તેના સાઢુ ભાઈ ના ઘરે જવા નીકળેલા અને બંને સાંજના છ વાગ્યા ના સુમારે પરત આવતા હતા ત્યારે મેહલોલ ચોકડી થી આગળ ખરસાલીયા ફાટક ના નવા પુલ પાસે મોટરસાયકલ ની આગળ અચાનક કૂતરું આવી જતા અચાનક બ્રેક મારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને મોટરસાયકલ સહિત બંને ઈસમો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા જેમાં પાછળ બેઠેલ ફરિયાદી મિહિરભાઈ મોઢા પર તેમજ હાથે અને બંને પગે ઈજાઓ પહોંચી હતી જ્યારે મોટરસાયકલ ચલાવનાર અમિત કુમારને માથાના ભાગે કપાળ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બન્ને ને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં અમિતકુમાર ને વધુ વાગેલ હોવાથી વડોદરા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં માથાના ભાગે ઓપરેશન થયું હતું અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું આ અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.