GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ફુદેડા ગામે શ્રી દ્વારકાધીશ રણછોડરાયના મંદિર ખાતે પાટોત્સવ ની ઉજવણી કરાઈ

વિજાપુર ફુદેડા ગામે શ્રી દ્વારકાધીશ રણછોડરાયના મંદિર ખાતે પાટોત્સવ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ફુદેડા ગામે આવેલ શ્રી દ્વારકાધીશ રણછોડરાય ના મંદિરનો જેઠ સુદ અગિયારસ ના સોમવારે ભવ્ય ગ્રામજનો અને દાતાઓ ના સહકાર થી ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શ્રી દ્વારકાધીશ રણછોડરાય ની નગર યાત્રા કાઢવા માં આવી હતી. જે ગામના વિવિધ વિસ્તારોમાં ફેરવવા માં આવી હતી.તેમજ મંદિર ઉપર ધજા આરોહણ કરવામાં આવી હતી ભગવાન શ્રી રણછોડરાય ની મૂર્તિને વિવિધ કપડાં પહેરાવી સુશોભિત કરવામાં આવી હતી.મંદિર ખાતે ભગવાન ગણેશજી ની મૃતિને તેમજ તુલસી વૃંદા ને ફુલહાર દ્વારા શણગાર કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો એ મહાપ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન તહેવાર જેવો માહોલ ગામ માં ઉભો થયો હતો.

Back to top button
error: Content is protected !!