BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુર કુમારશાળા અને કન્યાશાળા ના ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો, હાઇસ્કુલ મા અભ્યાસ અર્થે જનાર બાળકોને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ.

સમીર પટેલ, ભરૂચ
સરકારની શૈક્ષણિક નીતિ મુજબ ધોરણ ૮ સુધીના બાળકો પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય છે અને ધોરણ ૯ થી હાઇસ્કુલ મા શિક્ષણ લેવાનું હોય છે. જેથી ધોરણ ૮ મા અભ્યાસ પૂર્ણ કર્યા પછી બાળકે હાઈસ્કુલમાં પ્રવેશ મેળવવાનો હોય છે. જેથી આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલી કન્યાશાળા અને કુમારશાળા ના ધોરણ ૮ ના બાળકોએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ પૂર્ણતાને આરે હોઈ બંને શાળાના બાળકોને ધોરણ ૯ મા પ્રવેશ મેળવવા માટે વિદાય અપાઈ હતી. વિદાય સમારંભ મા બંને શાળાના આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહયા હતા. બાળકોને વિદાય આપતા તેઓએ બાળકોના ભવિષ્ય મારે શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકો પોતાના જીવન મા સફળતાનું વધુ એક પગથિયું ચડવા જતા ખુશખુશાલ જોવા મળ્યા હતા. શાળા પરિવારો એ ભળકોને આગળની સફળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!