GUJARATMEGHRAJ

મેઘરજ બગીચા પાસે જંગલમાં આગ આગની ભીષણતાં જોતા આગ ફેલાવાની શકયતા, છેવટે વનવિભાગ ને બ્રહ્મજ્ઞાન થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહ્ચ્યું આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો 

અરવલ્લી

અહેવાલ હિતેન્દ્ર પટેલ

મેઘરજ બગીચા પાસે જંગલમાં આગ આગની ભીષણતાં જોતા આગ ફેલાવાની શકયતા, છેવટે વનવિભાગ ને બ્રહ્મજ્ઞાન થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહ્ચ્યું આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો

મેઘરજ તાલુકામાં તેમજ મેઘરજ વિસ્તારમાં દિનપ્રતિદિન આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી મેઘરજના જંગલોમાં આગ લાગવાથી જંગલોમાં રહેલા વૃક્ષો બળીને ખાખ થયા છે જેના કારણે જંગલો પણ નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે. ફરી એક વાર મેઘરજ બગીચા પાસે જંગલમાં ભીષણ આગ લાગી હતી જેમાં મળતી માહિતી મુજબ આગની ભીષણતા જોતા આગ વધુ ફેલાવાની શકયતા રહેલી છે આગ લાગવાના કારણે મોડાસા ફાયર વિભાગટીમ ઘટના સ્થળે હાજર. બીજી તરફ વારંવાર આગના બનાવો વધતા નજીકમાં રહેતા ઝૂંપડપટ્ટીના લોકો હિજરત કરવા મજબુર બન્યા હોય તેવો ઘાટ છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વનરાજી બળીને ખાખ થઈ હતી મેઘરજ તાલુકામાં દિનપ્રતિદિન આગ લાગવાના બનાવોમાં વધારો થતા જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવતા જંગલ ખાતાના અધિકારી સામે રોષ ઠાલવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી 10 થી વધુ આગના બનાવો સામે આવ્યા છે છતાં ફાયરનો બ્રિગેડ સહારો લેવાનું વનવિભાગ ભૂલ્યું હતું અને છેવટે બ્રહ્મજ્ઞાન થતા આજે લાગેલી આગ માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જંગલોમાં આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી.

Back to top button
error: Content is protected !!