GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં એક માસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 38 ખાદ્ય પદાર્થોના નમુના લીધા

તા.07/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માર્ચ માસ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં કુલ 38 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જે તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે અગાઉ લેવાયેલા 10 નમૂનાઓના રિપોર્ટમાંથી એક સેવ ફરસાણનો નમૂનો નાપાસ થયો હતો તા. 1 થી 31 માર્ચ દરમિયાન સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જિલ્લાના જુદા જુદા સ્થળોએ આ ચેકિંગ કરવામાં આવ્યું હતું ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે દુકાનો અને અન્ય સ્થળોએ તપાસ કરી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના નમૂના લીધા હતા આ નમૂનાઓમાં લસ્સી, મઠ્ઠો, વણેલા ગાંઠિયા, અડદની દાળ, સેવ મમરા, રાઇઝ, દાળ ફ્રાય, ટીંડોરાનું શાક, પનીર ટીકા, ચાનો મસાલો, રાજમા મસાલો, મગનું શાક, મગની દાળ, શરબત, ગોળ, ચણા, ટૂટી-ફ્રૂટી અને છાસ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે આ તમામ નમૂનાઓને રાજકોટ, ભુજ અને વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જોકે આ નમૂનાઓના રિપોર્ટ આવવામાં દોઢથી બે મહિનાનો સમય લાગે છે જેના કારણે પરિણામો મોડા પ્રાપ્ત થાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને તેમને આરોગ્યપ્રદ ખાદ્યચીજ વસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ચેકિંગને કારણે ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!