અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રખાપુરના આંગણે સંત જેસિંગ બાવજી નો મેળાવડો,જેને આ દેહ આપ્યો છે. તેને કદિ ન ભુલાય. તો જ મનુષ્ય દેહ લેખે ગણાય
મેઘરજ તાલુકાના ઇસરી વિભાગના રખાપુર જેવા કેળવણી અને ધાર્મિક ભાવના ભરેલા આ ગામમાં સંતવાણી વર્ષમાં એક બે વાર લાભ આપે છે. સેવાભાવી ભક્ત સુરેશભાઈ ભગાભાઈ પંચાલના આમંત્રણ ને માન આપીને પૂજ્ય સંત શિરોમણી જેસિંગ બાવજીના અનુયાયી પ. પૂ. શ્રી પ્રકાશ પ્રભુ (અમદાવાદ ) ના મુખેથી જેસીંગ બાપા ના અમૃત વચનો અંતરમાં સમાય ડગલે ને પગલે ઈશ્વરનું નામ લેવાય. જેને આ દેહ આપ્યો છે. તેને કદિ ન ભુલાય. તો જ મનુષ્ય દેહ લેખે ગણાય. સારા કર્મોનું ફળ સારું મળે પણ વૃત્તિ સારી હોવી જોઈએ. આ ભવમાં નામ સ્મરણ કરીશું તો આવતો ભવ સારો મળશે. ધન દોલત પાછળ ગોડા ન થવું દાન પુણ્ય કરવું. કબૂતરને દાણા નાખવા એક માનવી થઈને જીવવા પ્રકાશ પ્રભુએ સુંદર શિખામણ આપી હતી. સુરેશભાઈ અને પરિવાર ગ્રામજનોએ આરતી ઉતારી પ્રકાશ પ્રભુ નું સન્માન કરી પ્રભુ પ્રસાદી બાદ નિત્ય ભક્તિ સ્વાધ્યાય પુસ્તક દરેકને ભેટ આપ્યું હતું. ગ્રામજનોના સહકારથી સુંદર આયોજન થયું. પ્રસાદી બાદ વિસર્જન થયું હતું.