સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મનપાના સભાખંડમાં યોજાઇ હતી.
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં હિસાબી શાખામાં અધિકારીઓ દ્વારા બિલ અટકાવવા સહિત સભામાં ગટર, આરોગય સેવા, બાંધકામના કામોના પ્રશ્નો ગાજ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાપંચાયતની સામાન્ય સભાનુ આયોજન શુક્રવારના રોજ મહાનગર પાલિકા કચેરી ખાતે આયોજન કરવામાં આવેલ હતુ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા પંચાયત સભ્ય ઉદુભાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેમના વિસ્તારના વિકાસના કામોના બિલો હિસાબી શાખા અધિકારી દ્વારા અટકાવી રાખવામાં આવતા હોવાનુ અને ચૂંટાયેલા પ્રતિનિધીને યોગ્ય જવાબ ન અપાતો હોવાનુ રોષ સાથે જણાવાયુ હતુ આથી વાતાવરણ ગરમાવાસાથે આ પ્રશ્ન ધ્યાને લેવા નહીંતો આગામી સમયમાં ઉપવાસ આંદોલન કરવાની અને મુખ્ય મંત્રી સુધી જવાની ચીમકી આપવામાં આવી હતી જ્યારે સામા પક્ષે અધિકારીએ ટીડીઓના સર્ટી સહિત વિગતો 15મા નાણા પંચ મુજબ ન હોવાથી પ્રશ્ન હોવાનુ જણાવાયુ હતુ ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખે અધિકારીને સભ્યોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાની અન્યતા કાર્યવાહી કરાશેની તાકીદ કરી હતી.