BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના વડા તેમજ કાંકરેજ-ઓગડ તાલુકનું ગૌરવ વધારતા ખેલાડીઓ..

ઓગડ તાલુકાના વડા ખાતે છેલ્લા ચાર મહિનાથી આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિધ્યા રાણી ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ કાર્યરત છે.સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં વડા

ઓગડ તાલુકાના વડા તેમજ કાંકરેજ-ઓગડ તાલુકનું ગૌરવ વધારતા ખેલાડીઓ..

ઓગડ તાલુકાના વડા ખાતે છેલ્લા ચાર મહિનાથી આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિધ્યા રાણી ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ કાર્યરત છે.સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં વડા તથા બંને તાલુકાના આજુબાજુના ગામના ૧૫૦ થી વધુ ખેલાડીઓ સવાર- સાંજ ફૂટબોલ,રગ્બી ફૂટબોલ અને એથલેટિક્સની ટ્રેનિંગ લઈ રહ્યા છે.રોજ ટ્રેનિંગ લઈ મેદાનમાં મહેનત કરી ને બંને તાલુકાના ૧૩ ખેલાડી ભાઈ-બહેનો અક્ષરા ઠાકોર,ખુશી ઠાકોર,કિસ્મત કણેલીયા,લક્ષ્મીબા વાઘેલા,વંદના પરમાર,માનવી પરમાર,નિશા ઠાકોર,રાજવીરસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા,રુદ્રસિંહ વાઘેલા,વિરેન ભાટી,ધ્રુવ વ્યાસ, નક્ષ દરજી સિલેકશન થઈ ને ફૂટબોલમાં વેસ્ટ ઝોન કક્ષા એ પૂણે મહારાષ્ટ્ર ખાતે તા. ૦૨/૦૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ વડા ખાતેથી રમવા માટે પ્રસ્થાન કર્યું હતું.ત્યારે કોચ હિતેશ પરમારે જણાવ્યું કે આવનારા સમયમાં ભારત દેશ માટે આપણા વિસ્તારના ખેલાડી રમે તેવી કઠિન કામગીરી રહેશે. વડા ગામ સરપંચ મોબતસિંહ વાઘેલા,શાળાના આચાર્ય જગદીશભાઈ ગૌસ્વામી,સુરાણા શાળાના આચાર્ય રાજુભાઈ જોશી સહીત દરેકે શુભેચ્છા પાઠવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!