સુરેન્દ્રનગર વહિવટી તંત્રનો મહત્વનો નિર્ણય KYC ન કરાવેલા ગ્રાહકોને સસ્તા અનાજ અપાશે નહીં
તા.24/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ નહી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે KYC ન કરાવેલા ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે અનાજ આપવામાં આવશે નહીં
KYC કરાવવામાં ગ્રાહકોની ઉદાસીનતા જોવા મળતા નિર્ણય સુરેન્દ્રનગર વહિવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં સસ્તા અનાજની દુકાનો પરથી કેવાયસી વગર અનાજ આપવામાં આવશે નહીં આ બાબતે સસ્તા અનાજના દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લાના તમામ ગ્રાહકોને રાશન કાર્ડનું KYC કરાવી લેવા વહિવટી તંત્રએ અપીલ કરી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાશનકાર્ડને કેવાયસી કરાવવાનું ફરજિયાત કરાવવું જાહેર કરાયા બાદ સુધારા વધારા કે કેવાયસી કરાવવા માટો મામલતદાર કે પુરવઠા શાખાની કચેરીએ ધક્કા ખાધા હતા Ration Cardનું E KYC સૌથી પહેલા પોતાના ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશયલ સાઈટ પર જવાનું રહેશે સાઈટ ઓપન થયા બાદ તમારે Ration Card KYC Onlineનું ઓપ્શન સર્ચ કરવાનું રહેશે તેના બાદ તમારી સામે આખુ ફોર્મ ઓપન થઈ જશે તેમાં તમારે પરિવારના બધા સદસ્યોના નામ નોંધવાના રહેશે અહીં તમને રેશન કાર્ડ નંબર પણ આપવામાં આવશે બધુ કર્યા બાદ તમને Capture Code ભરવાનો રહેશે આધાર કાર્ડ પર નોંધેલ મોબાઈલ નંબર પર ઘઝઙ આવશે તેના બાદ પરિવારના બધા સદસ્યોના વેરિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે E-KYC પુરી કર્યા પહેલા તમને બાયોમેટ્રિક માટે એપ્લાય કરવાનું રહેશે પરિવારના બધા સદસ્યોનું બાયોમેટ્રિક કર્યા બાદ તમને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે આ બધી વસ્તુઓને પુરી કર્યા બાદ પરિવારના બધા સદસ્યોનું E-KYC થઈ જશે જો તમે પણ E-KYC કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારી પાસે રેશન કાર્ડહોવું જરૂરી છે તેની મદદથી જ તમે પ્રોસેસ પુરી કરી શકશો રેશન કાર્ડહોલ્ડર ભારતીય મૂળના હોવા જરૂરી છે મુખ્ય દસ્તાવેજના રૂપમાં તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો તેની મદદથી સંપૂર્ણ E-KYC કરી શકાય છે જે તમારા માટે ખૂબ જ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.