કાળઝાળ ગરમીથી રાહત માટે,ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કાલોલ બજારમાં પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી.
તારીખ ૧૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ચાર રસ્તા પાસે સેન્ટ્રલ બેંક પાસે આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પીવાના પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ ના પ્રમુખ સતિષભાઈ શાહ ઉપપ્રમુખ અને ભાજપ જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડ્યા, સેક્રેટરી ડૉ પ્રકાશ ઠક્કર તેમજ કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ કોર્પોરેટર ગોપાલભાઈ પંચાલ, લઘુમતી મોરચાના ઈકબાલ દિવાન,તાલુકા પંચાયત સદસ્ય ડૉ કિરણસિંહ પરમાર તથા નિલેશ સુથારીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી પરબને ખુલ્લી મુકવામાં આવી હતી કાળઝાળ ગરમીથી બચવા સ્થાનિકો તેમજ રાહદારીઓ અને મુસાફરોને પીવા માટે ઠંડુ પાણી આગામી ત્રણ મહિના સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતુ.કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘમાં વિજેતા બનેલ નીરવભાઈ પટેલ નુ સન્માન કરાયુ હતુ.