ગુજરાત રાજયના માન.કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતતીમાં ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી., તથા શ્રી સાવજ જૂનાગઢ દુધ ઉત્પાદક સંઘ લી.જૂનાગઢની વાર્ષિક સાધારણ સભા તથા પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયુ
ગુજરાત રાજયના માન.કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતતીમાં ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી., તથા શ્રી સાવજ જૂનાગઢ દુધ ઉત્પાદક સંઘ લી.જૂનાગઢની વાર્ષિક સાધારણ સભા તથા પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયુ
સરદાર પટેલ ભવન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જૂનાગઢ મુકામે ગુજરાત રાજયના માન. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતીમાં ધી જૂનાગઢ જીિલ્લા સહકારી બેંક લી., જૂનાગઢ તથા શ્રી સાવજ જૂનાગઢ દુધ ઉત્પાદક સંઘ લી., જૂનાગઢની વાર્ષિક સાધારણ સભા યોજાયેલ. આ વાર્ષિક સાધારણ સભા તથા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં અંદાજે ૪૦૦૦ જેટલા બેંકની સભાસદ મંડળીઓના પ્રતિનિધી તથા ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા હતા.આ વાર્ષિક સાધારણ સભામાં પ્રગતિશીલ આત્મનિર્ભર મહિલાઓ અને પુરૂષ ખેડૂતનોનું સન્માન માન. કૃષિ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ હતુ. તેમજ બેંકની સભાસદ પાંચ સહકારી મંડળીઓને માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કરવામાં આવેલ હતુ. તેમજ અવસાન પામેલ ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂા. ૧,૦૦,૦૦૦/- નો વિમાના ચેક વિતરણ માન. કૃષિ મંત્રીશ્રીને હસ્તે કરવામાં આવેલ હતુ.બેંકની સાધારણ સભાને સંબોધન કરતા બેંકના ચેરમેનશ્રી કિરિટભાઈ પટેલ એ જણાવ્યુ કે આ બેંકે રૂા.૩૫.૧૮ કરોડ જેવો જંગી નફો કરેલ છે. બેંકની ડીપોઝીટ રૂા. ૧૧૫૧/- કરોડ છે, અને ધિરાણ રૂા. ૧૧૯૯/- કરોડ થયેલ છે. બેંકના ચેરમેનશ્રીએ જણાવેલ કે અમારૂ લક્ષ સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતની આવક બમણી કરવાનું છે, એટલે જ કહું છું કે, પ્રાકૃતિક ખેતિ સાથે સંકળાયેલા ખેડૂતોને પોતાની આવકમાં વધારો કરવાનું માધ્યમ જૂનાગઢ જીિલ્લા સહકારી બેંક બનેલ છે. બેંકમાં થયેલ ગેરરીતીઓ અને ખેડૂતોના પૈસા હડપ કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે અને અત્યાર સુધીમાં ૩૯ લોકોને જેલ ભેગા કરેલા છે. ગેરરીતી રોકવા માટે આપણે હવે આધુનિકરણ કરવુ પડશે અને મંડળીએ પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડશે, જેથી ગેરરીતી અટકાવી શકાય.ત્યારબાદ માન. કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ એ જણાવેલ કે, બેંક ઉતરોતર પ્રગતિ કરે છે. બેંકે આ વર્ષે ૩૫/– કરોડ જેવો નફો કરેલ છે, જેનાથી સાબીત થાય છે કે, બેંકનો વહિવટ પારદર્શક રીતે થાય છે, જે આનંદની વાત છે. બેંકે ગ્રામ્ય વિસ્તારમાં નવી શાખાઓ ખોલી છે, જેનાથી ગામડાના ખેડૂત ભાઈઓ બહેનોને લાભ થશે અને માન.મોદી સાહેબના ગામડામાં બેંકીંગનો જે વિચાર છે તેને સાર્થક કરી શકશું. માન. કૃષિ મંત્રીશ્રીએ સાવજ ડેરીની પ્રગતીને પણ વધાવી હતી અને ત્રણ લાખ લીટર પ્રતિ દિનની ક્ષમતા ધરાવતા પ્રોસેસીંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરેલ હતુ.આ વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ મંત્રી અને બેંકના સીનીયર ડીરેકટર માન. શ્રી જશાભાઈ બારડ, રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપ.બેંકના ચેરમેન અને ધારાસભ્ય માન. શ્રી જયેશભાઈ રાદડીયા, જૂનાગઢ જીલ્લા પંચાયતા પ્રમુખ માન. શ્રી હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ ના ધારાસભ્ય માન. શ્રી સંજયભાઈ કોરડીયા, માણાવદરના ધારાસભ્ય માન. શ્રી અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મંત્રીશ્રી દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા, બેંકના વાઈસ ચેરમેન માન. શ્રી મનુભાઈ ખુંટી તથા જીિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો તેમજ સાવજ જૂનાગઢ દુધ ઉત્પાદક સંઘના ચેરમેન અને જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ના ડીરેકટર માન. શ્રી દિનેશભાઈ ખટારીયા તથા દુધ સંઘના બોર્ડના સભ્યો તથા ત્રણેય જીલ્લાનાં સહકારી આગેવાનો આ સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ