કાલોલ નગરપાલિકા દ્વારા પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે નડતરરૂપ દબાણો દુર કરી રોડ રસ્તાઓ ખુલ્લા કરાયા.
તારીખ ૧૮/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા દ્વારા ગતરોજ શનિવારે શહેરના મુખ્ય બજારો સહિત રોડ રસ્તાઓને અડી ને આવેલા નડતરરૂપ દબાણો કાલોલ પોલીસ અને નગરપાલિકા એ મોડી સાંજ સુધી સંયુક્ત કામગીરી હાથ ધરીને ૧૫૦ થી વધુ લારી ગલ્લા અને કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી રીતે રોડ રસ્તાઓ પર દબાણ ન કરવાં તાકિદ કરી હતી. વધુમાં આડેધડ દબાણોને લઈને પણ વેપારીઓને ચેતવ્યા હતા જ્યાં અડચણ રૂપી સમાન વેપારીઓ દુકાનો આગળ મૂકી દુકાનો ની ઉપર છત બનાવવા માટે નડતરરૂપ પતરાંઓના બનાવેલ શેડ ગતરોજ કાલોલ પોલીસના ભારે બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરી દુર કરવામાં આવ્યા હતા આ કામગીરી મા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીઆઇ પીવી વાઘેલા,પીએસઆઈ એલ.એ.પરમાર,કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ અને ટાઉન પોલીસ જમાદાર ભાવેશભાઇ કટારીયા સહિત પોલીસ અને નગરપાલિકા કર્મચારીઓની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી.જેમાં નડતરરૂપ ૧૫૦ થી વધુ લારી ગલ્લા તથા દુકાનો ઉપરના સેડ અને કાચા પાકા દબાણો દુર કરી રૂપિયા ૧૩,૨૦૦ નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. તદુપરાંત દુકાન આગળ બનાવેલ ઓટલા અને હવાઈ દબાણો દુર કર્યા હતા.તો ટ્રાફિક ને નડતર રૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલ નડતર રૂપ સામાન નહી રાખવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં કાલોલ પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી કાલોલ ઉર્દુ શાળા સામે,ભાથીજી મંદિર,નવી પોસ્ટ ઓફિસ પાસે,નગરપાલિકા સામે, કાલોલ ટાઉન ચોકી પાસે,મેઈન બજાર અને બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે કાલોલ મા દબાણો દુર કર્યા બાદ તરત જ પુનઃ સ્થાપિત થઈ જતા હોય છે ત્યારે આ દબાણ હટાવ કામગીરી કાયમી રહેશે કે પછી માત્ર દેખાવ પુરતી જ રહેશે તે સમય બતાવશે. કાલોલ હાઈવે પર ફૂટપાથ ઉપર ગોઠવાયેલા લારી ગલ્લા ના દબાણો ને કારણે સામાન્ય માણસને રોડ ઉપર થી પસાર થવુ પડે છે વધુમાં નજીકમાં આવેલ શાળા ની વિદ્યાર્થીનીઓ પણ આ લારી ગલ્લા ના કારણે અસામાજિક તત્વો નુ સોફ્ટ ટાર્ગેટ બને છે શાળાના આચાર્ય દ્વારા નગરપાલિકા અને પોલીસ મથકે લેખીત રજુઆત કરી છે ત્યારે આ હાઈવે ઉપરના દબાણો કોઈ અનિચ્છનિય ઘટના બને તે પૂર્વ દુર થાય તેવી નગરજનો અને વિદ્યાર્થીનીઓ ના વાલીઓ ની માંગ છે.