GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા:- શ્રી દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારત વિકાસ પરિષદ દ્વારા વ્યાખ્યાન યોજાયું

શ્રી દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સુપોષિત ભારત અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

 

શ્રી દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા પંચમહાલ ડાયેટ, ગોધરા ખાતે સુપોષિત અંતર્ગત વ્યાખ્યાન યોજાયું જેમાં શ્રી *દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પૂર્વ વિભાગના મંત્રી  અરવિંદસિંહ સિસોદિયાએ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ માધ્યમિક સંવર્ગ ગુજરાત મહામંત્રી  જિતેન્દ્ર ઠાકર તેમજ ડાયેટના લેક્ચરર  ભુપેન્દ્રભાઈ સોલંકી ની* ઉપસ્થિતિમાં વ્યાખ્યાન યોજાયું

 

જેમાં અરવિંદસિંહ સિસોદિયા દ્વારા સ્વસ્થ ભારત સમર્થ ભારતના સુત્રને સાર્થક કરવા માટે ગર્ભાવસ્થાથી જ પોષક આહારનું મહત્વ અને બાળકોની અંદર રહેલું કુપોષણ કેવી રીતે દુર કરી શકીએ, બાળકોને શારીરિક રીતે તંદુરસ્ત બનાવવા આપણે શું કરી શકીએ, આપણે સ્કૂલના બાળકો તેમજ વાલીઓ સુધી માહિતી કેવી રીતે પહોંચાડી શકીએ, શિક્ષકો દ્વારા બાળકો અને વાલીઓ સુધી સુપોષિત ભારતનું સપનું સાકાર કરવા શું કરવું ? તેના વિષે પંચમહાલના ગણિત વિષયના શિક્ષક ભાઈઓ બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ભારતના ભાવિ ઘડતરમાં શિક્ષકોનો મુખ્ય મહત્વનો ભાગ છે, તો શિક્ષક સમાજને પણ આ શુભ કાર્યમાં જોડાવા વિનંતી કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!