BANASKANTHAPALANPUR

શ્રી જી.ડી. મોદી કૉલેજ ઓફ આર્ટસ પાલનપુર માં CPR ની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી

1 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી,પવનભાઈ પ્રજાપતિ તથા સભ્ય શ્રી, અશોકભાઈ પઢિયાર દ્વારા રોઝી બ્લ્યુ મેદાનમાં CPR ટ્રેનિંગનું આયોજન પ્રિન્સિપાલ ડો.એસ.જી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકોની દિનચર્યામાં ઘણો બદલાવ આવ્યો છે અને નાની વયે હાર્ડ એટેક આવી જાય છે ત્યારે CPR શું હોય છે CPR, કેવી રીતે આપવું, કોને આપી શકાય તેમજ તેના દ્વાર કોઈ ની જીંદગી બચાવી શકાય છે. તે પ્રેક્ટીકલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે તે કેવી રીતે કામ કરે છે? CPR લાગુ કર્યા પછી શરીરમાં શું થાય છે?વગેરે પત્રકાર શ્રી, પવનભાઈ પ્રજાપતિ દ્વારા ખૂબ જ સરળ શૈલીમાં એન.સી.સી ના કેડેટ્સ તથા એન.એસ.એસ ના સ્વયંસેવકોને CPR અંગે ની ખૂબજ જરૂરી માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો.ઓફિસર ડો.મનીષભાઈ રાવલ તથા ભારતીબેન રાવત એ કર્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!