નવસારી ખાતે તળાવની કામગીરીમાં વેટ ઉતારવામા આવતી હોવાના મીડીયા અહેવાલ બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી તપાસ હાથ ધરી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી ખાતે મફતલાલ તળાવના કામમાં નોંધાયેલી ઉણપો સામે નવસારી મહાનગરપાલિકા હરકતમાં તાત્કાલિક ધોરણે તપાસની પ્રક્રિયા હાથ ધરી છે.નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મફતલાલ તળાવમાં નિમ્નકક્ષાની કામગરી અંગેના પ્રિન્ટ તેમજ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, મફતલાલ તળાવના પશ્ચિમ ભાગમાં તળાવ જોડાણના કામમાં, જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા નીચલા ધોરણની કામગીરી, તિરાડો પડવી અને પાટામાં તુટફાટ જેવી ઘટનાઓ સામે આવતા નવસારી મહાનગરપાલિકાના સિટી એન્જીનીરને લેખિતમાં ઇન્કવાયરી કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ ઈન્ક્વાયરી પૂર્ણ થયા પછી આગળના પગલાં લેવામાં આવશે.હાલ આ કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરની કામગીરીની સંપૂર્ણ તપાસ માટે યોગ્ય તબક્કાવાર ઇન્કવાયરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કામગીરીમાં રહેલી ખામીઓ અને જવાબદાર પક્ષોની ભૂમિકા અંગે વિગતવાર તપાસ કર્યા બાદ, નિયમો મુજબ દંડ સહિત જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી સુધારવી ફરજિયાત રહેશે.નવસારી મહાનગરપાલિકા તમામ વિકાસ કાર્યોમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપે છે અને કોઈપણ પ્રકારની કચાસભરી કામગીરી કે જાહેર નાણાનો ખોટો ઉપયોગ સહન કરવામાં આવશે નહીં. નાગરિકોની સુખાકારી, વિશ્વાસ અને શહેરના ટકાઉ વિકાસ માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. નવસારી મહાનગરપાલિકા સ્પષ્ટપણે જણાવે છે કે, નાગરિકોના હિતો સાથે કોઈપણ પ્રકારની તોળવણી અને નિમ્ન સ્તરની કામગીરી સહન કરવામાં નહિ આવે. શહેરના વિકાસમાં ગુણવત્તા, જવાબદારી અને પારદર્શિતા એ અમારી વચનબદ્ધતા છે. તેમ જણાવ્યું હતું..