ગુજરાત માં આગામી વિધાનસભા ની ચૂંટણી 2027 માં થનારી છે લાગે છે તે પૂર્વે ત્રણ વર્ષ અગાઉ થી રાજકીય નેતાઓ પોતાના સંગઠન ને શક્તિ પ્રદર્શન માં જોતરાયા હોય તેવું લાગી રહ્યું છે
24 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજી માં પૂર્વ ગૃહમંત્રી અને ચૌધરી સમાજ ના અગ્રણી નેતા વિપુલ ભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ અંબાજી ખાતે ચૌધરી સમાજ ના અગ્રણીઓ સાથે સ્નેહ મિલન બેઠક યોજવામાં આવી હતી આ બેઠક અર્બુદા સેવા સમિતિ ગુજરાત રાજ્ય બેનર હેઠળ યોજાઈ હતી જે સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ના સૂત્ર અંતર્ગત યોજવામાં આવી હતી ખાસ કરીને આ બેઠક માં અર્બુદા સેવા સમિતિ દ્વારા ત્રણ ઠરાવો નંબર-1. સામાજિક ક્ષેત્રે નું 2. શેક્ષણિક અને રાજકીય ક્ષેત્રે નું આમ કુલ ત્રણ ઠરાવો પસાર કરાયા હતા જેમાં જે રીતે તાજેતરમાંજ વાવ વિધાનસભા ની પેટાચૂંટણી યોજાઈ હતી તેને લઇ સમાજ ને પોતાના અંદરો અંદર ના મનદુખ દૂર કરી એક મંચ અને સંગઠિત થવા આહવાન કરાયું હતું જયારે શૈક્ષણિક ક્ષેત્રે સમાજ ભારે પછાત હોય તેને પણ શૈક્ષણિક માં આગળ લાવવા અગાઉ મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચા પ્રમાણે ગાંધીનગર માં જમીન ની માગણી કરાઈ હતી અને સમાજ નો દરેક યુવક યુવતી અભ્યાસ ક્ષેત્રે આગળ આવે તે જરૂરી બાબત ગણાવી હતી જોકે આ બેઠક ના બેનર ઉપર બટેન્ગે તો કટેન્ગે તે બાબતે પૂછાયેલા સવાલ સામે વિપુલ ચૌધરી એ જણાવ્યું હતું કે સમાજ હાલ જેમ લાડવો વિખેરાઈ ગયો હોય તો તેને ફરી આખો બાંધવાનો પ્રયાસ નો સંદેશો આપ્યા હોવાનું જણાવ્યું હતું જોકે આ મુદ્દે અનેક તર્ક વિતરક જોવા મળ્યા હતા આખા લાડવા ની વાત આવતા ફરી વિપુલ ચૌધરી ના મોં માં રાજકીય ક્ષેત્રે પાણી આવ્યું હોય તેનું જણાઈ રહ્યું હતું ચૌધરી સમાજ ની અર્બુદા સેવા સમિતિ ની આ બેઠક માં રાજ્યભર માંથી અનેક ચૌધરી સમાજ ના અગ્રણીઓ સાથે વાવ વિધાનસભા પેટ ચૂંટણી ના ઉમેદવાર માવજી ચૌધરી ની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. તે ઉપરાંત રાજકીય ક્ષત્રે ના અણંદા ભાઈ ચૌધરી ઈશ્ર્વભાઈ ચૌધરી જેવા અનેક નેતાઓ વિપુલ ભાઈ ચૌધરી સાથે જોવા મળ્યા હતા. આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.