અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઈસરી બારા આંજણા પટેલ સમાજ દ્વારા આયોજિત નવમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
ઇસરી બારા આંજણા પટેલ સમાજ તેમજ ઇસરી બારા આંજણા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત નવમો સમુહ લગ્ન નવાગામ કંટાળું હનુમાનજી મંદિર ખાતે યોજાઈ ગયો જેની અંદર 14 નવદંપતીએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. ઈસરી બાર આંજણા પટેલ પ્રગતિ મંડળ અને લગ્ન સમિતિ તેમજ સમાજના સાથ સહકારથી નવમા સમૂહ લગ્નનું ભવ્ય તેમજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમા વડીલોના આશીર્વાદથી, યુવાન ભાઈ-બહેનોના સહયોગથી અને સમાજના સૌ સ્નેહીજનો ના સાથ અને સહકારથી અને માં અર્બુદાની અસીમકૃપાથી પરિપૂર્ણ થયો હતો. સમૂહ લગ્ન નિમિત્તે નવદંપતી ને આશીર્વાદ આપવા માટે મોડાસા ઉમિયા મંદિરના વિષ્ણુપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.સમૂહ લગ્નમાં દાન આપનાર સૌ કોઈ દાતાઓનું સમાજ તેમજ લગ્ન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.