BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે મહેશ્ર્વરી સમાજની બહેનો દ્વારા ગણગૌર નો પ્રસંગ ઉજવાયો

12 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

મહેશ્વરી સમાજ માં ગણગૌર નો પર્વ બહુ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ પર્વ ધૂળેટી થી શરૂ થઈ ચૈત્ર સુદ ત્રીજ સુધી ચાલે છે આ પર્વ મહેશ્વરી સમાજ નો સૌથી લાંબો પર્વ હોય છે હોળી ની રાખથી સોળ મુઠીયા બનાવવામાં આવે છે અને એક ઝંડલો પણ બનાવવામાં આવે છે જેની પૂજા અને આરતી 16 દિવસ સુધી કરવામાં આવે છે આ વ્રત ચોથ, આઠમ અને દસમ નાં માથા પર ઘડાં (બેડલા) ઉપાડી અને સમાજની મહિલાઓ , કન્યાઓ સોળે શણગાર સજીને શહેરમાં ફરે છે અને મંદિરમાં જઇને ઘડા ને પાણી પીવડાવે છે પછી જ વ્રત છૂટે છેચૈત્ર સુદ ત્રીજ એટલે મોટીગણગોર આ દિવસે ભગવાન ની શોભાયાત્રા કરવામાં આવે છે તેમાં મહિલાઓ પણ જોડાય છે અને સાંજે ધામધૂમથી ભગવાન નો વરઘોડો ફેરવવામાં આવે છે એમાં સમાજના અગ્રણીઓ,વડીલો, મહિલાઓ તેમજ બાળકો જોડાય છે વિવાહિત સ્થળે ભગવાન નાં વિવાહ ખૂબ જ ધામ ધૂમ સાથે કરવામાં આવે છે અને અને બીજા દિવસે મંદિરમાં જઈને વિદાય કરવામાં આવે છે આ પ્રસંગને સફળ બનાવવા માટે પાલનપુર સમાજ ,યુવક મંડળ અને સમાજની સર્વે મહિલાઓ નો ખુબ જ સહયોગ હોય છે પ્રસંગ સફળ બનાવવા બનાવવા માટે પાલનપુર મહિલા ઓફિસ બેરર, ઉત્સવ કમિટી મેમ્બર્સ, અને કારોબારી મેમ્બર્સ નો બહુ મોટું યોગદાન રહેલું છે.આ પ્રસંગે મહેશ્વરી સમાજના મહિલા પ્રમુખ પ્રીતિ પી મહેશ્વરી તથા મંત્રી અનિતા એચ રામવાણી હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!